
જીવનદર્શન મંગળવાર તારીખ 13-2-2024
પરોપકારી તેમજ સેવાભાવી સ્વભાવના જાજરમાન વ્યક્તિ લોલાડા/ડીસા FC/ગાંધીનગરના જસવંતલાલ નારણલાલ ઠકકરની અણધારી વસમી વિદાય
આ પૃથ્વી ઉપર કરોડો લોકો જન્મે છે અને મરે છે.કેટલાક વ્યક્તિઓની વિદાય અનેકજનો માટે આઘાતજનક બને છે.પિતા નારણલાલ કાળીદાસ ઠકકર તેમજ માતા ગોદાવરીબેનના પરિવારમાં વઢિયારની રાજધાની સમાન લોલાડા ખાતે તારીખ 7-9-1952 ના રોજ જન્મેલ જસવંતભાઈ ઠકકર/પૂજારા જાજરમાન વ્યક્તિત્વના મહામાલિક હતા.પરોપકાર,સેવા,સદભાવ,સજ્જનતા,માનવતા,દયા,કરૂણા જેવા સાત સદગુણોથી તેમનું સમગ્ર જીવન સુગંધિત બન્યું હતું.લોલાડાથી ડીસા આવી ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરી તેઓ આગળ વધ્યા હતા.બિલ્ડીંગ કન્સ્ટ્રકશન,સરકારી બાંધકામ કોન્ટ્રાક્ટર તેમજ જમીન વ્યવસાય સાથે તેઓ સંકળાયેલ હતા.આ વ્યવસાયમાં તેમણે એક આગવી ઈમેજ તેમજ મોટું ચાહકવર્તુળ ઉભું કર્યું હતું.વઢિયાર,ડીસા,ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજ ઉપરાંત સમગ્ર માનવ સમાજ સાથે તેમનો ઘનિષ્ઠ નાતો હતો.હસમુખા,નિખાલસ તેમજ નિરાભિમાની સ્વભાવને લીધે તેઓ અનેકજનોના વિશેષ પ્રિય હતા.
ડીસા નગરમાં શ્રી રઘુવંશી દેશી લોહાણા મહાજન વાડીનું નિર્માણ થાય તે માટેની શરૂઆતની કારોબારીમાં સાથે રહી તેમણે સહયોગ આપ્યો હતો.આ વાડીના નિર્માણ માટે તેમણે તન,મન,ધનથી સંપૂર્ણ સહકાર આપ્યો હતો.ડીસાના કચ્છી કોલોની સ્થિત વિસ્તારમાં શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળ સંચાલિત શ્રી જલારામ સેવા સંકુલના આધસ્થાપક તરીકે ભગવાનભાઈ બંધુ,માર્ગદર્શક નટુભાઈ ઠાકરસીભાઈ સહાયતા,નટુભાઈ મયૂર(મોગરબાપુ),સુરેશભાઈ ગણેશ બિલ્ડીંગ,પ્રથમ સ્થાપક પ્રમુખ જસવંતલાલના મોટાભાઈ અમરતલાલ નારણલાલ ઠકકર તેમજ સ્થાપક મંત્રી તરીકે વસંતભાઈ હેમંત ટાયર્સવાળા હતા એ અરસાથી જ એટલે કે પ્રારંભથી જ જસવંતભાઈ ઠકકરનું માર્ગદર્શન તેમજ સહકાર હતો.કમીજલા ભાણ સાહેબની જગ્યામાં મહંત તરીકે ખૂબ જ યુવાનવયે પૂજ્ય જાનકીદાસજી બાપુ બિરાજમાન થયા હતા.1985 થી 2000 ના સમયગાળામાં ભાણસાહેબની જગ્યા કમીજલાથી ખૂબ જ ઓછા રઘુવંશીઓ પરિચિત હતા.આ સમયગાળામાં જસવંતભાઈ ઠકકરે પૂજ્ય જાનકીદાસજી બાપુ તેમજ કમીજલાની આ પવિત્ર જગ્યાનો સમગ્ર ઉતર ગુજરાત તેમજ ગુજરાત પ્રદેશને પરિચય કરાવ્યો અને મારા જેવા અનેકજનોને આ સંસ્થા સાથે સાંકળ્યા હતા.એ પછી તો ધીરે ધીરે અનેક રઘુવંશીઓ આ સંસ્થાથી પરિચિત થતા ગયા અને આજે તો અનેક લક્ષ્મીપુત્રો કમીજલા સાથે સંકળાયેલ છે.ભાણસાહેબની જગ્યા કમીજલાના આદરણીય,વંદનીય,પૂજનીય જાનકીદાસજી બાપુએ જસવંતભાઈ ઠકકરની અંતિમયાત્રામાં ગાંધીનગર ખાતે હાજરી આપી શ્રધ્ધાંજલી અર્પણ કરી તેમની સેવાઓ તેમજ કમીજલા પ્રત્યેની લાગણીનું વિશેષ સ્મરણ કર્યું હતું.
જસવંતભાઈ પરમ ગૌભકત હતા એટલે અનેક ગૌશાળાઓમાં તેમનું મહત્વનું આર્થિક યોગદાન રહ્યું છે.ધર્મ,સેવા,પરોપકારની જ્યાં પણ વાત હોય ત્યાં તેમનો અચૂક સહકાર હોય જ.ડીસા ખાતે નવનિર્માણ પામેલ શ્રી જલારામ મંદિરની જમીન સંપાદન કામગીરીમાં અનેક જલારામ ભકતોની સાથેસાથે જસવંતભાઈ ઠકકરનો પણ વિશેષ સહયોગ હતો.ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષશ્રીઓ માનનીય શશીકાંતભાઈ લાખાણી સાહેબ તેમજ માનનીય હિંમતલાલ મુલાણી સાહેબ સાથે તેમનો ઘનિષ્ઠ નાતો હતો.1985 થી લઈ અત્યાર સુધીના ગુજરાત સરકારના અનેક મંત્રીશ્રીઓ તેમજ જાહેર જીવનના અનેક મહાનુભાવો સાથે તેમનો સતત સંપર્ક તેમજ સંબંધ રહ્યો છે.બનાસકાંઠાના જાહેર જીવનના મહાનુભાવો સર્વ જે.વી.શાહ,શાંતિલાલ ભગત,બી.કે.ગઢવી,હરિસિંહજી ચાવડા,લેખરાજભાઈ બચાણી,લીલાધરભાઈ વાઘેલા,ગોરધનજી માળી સહિત અનેક વરિષ્ઠ અગ્રણીઓ સાથે તેમનો વ્યકિતગત સંબંધ તેમજ સંપર્ક હતો.જસવંતભાઈના ભાઈઓ સર્વ જયંતિભાઈ,નટુભાઈ,અમરતભાઈ,પ્રવિણભાઈ,અરવિંદભાઈ,જીતુભાઈ તેમજ એકમાત્ર બહેન અનસોયાબેન સહિત સમગ્ર પરિવાર સાથે મારે વર્ષોથી પારિવારિક સંબંધ રહ્યો છે.એને લીધે અવારનવાર આ પરિવારના અનેક સારાનરસા અવસરોમાં જવાનું બન્યું છે.એવે વખતે વારંવાર જસવંતભાઈની લાગણી અને ભરપૂર સ્નેહનાં દર્શન થયાં છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્ર્વ હિંદુ પરિષદ જેવી ધર્મલક્ષી,રાષ્ટ્રલક્ષી,સંસ્કારલક્ષી સંસ્થાઓમાં તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિરંતર સહયોગ આપતા હતા.ડીસામાં તેઓ જે બંગલામાં રહેતા હતા ત્યાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર બનાવવા તેમણે આ જગ્યા ખૂબ જ વ્યાજબી કિંમતે આપી હતી.આજે પણ બી.એ.પી.એસ.સંસ્થા દ્રારા જસવંતભાઈને વારંવાર યાદ કરવામાં આવે છે.નાનામાં નાના માણસ કે જરૂરિયાતમંદ વ્યકિતને મદદરૂપ થવામાં તેઓ હંમેશાં અગ્રેસર અને ઉદાર હતા.સમાજ,ધર્મ,પરોપકાર,સેવા,સદભાવનાના પ્રત્યેક સત્કાર્યમાં તેઓ કોઈપણ પ્રકારના માન,સન્માન કે જસની અપેક્ષા રાખ્યા સિવાય હરહંમેશાં મદદરૂપ થતા હતા.રાધનપુર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટમાં તેમનું યોગદાન રહ્યું છે.બનાસકાંઠાના અખિલ રઘુવંશી લોહાણા સમાજ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજમાં પણ તેમની સલાહકાર તરીકેની અતિ મહત્વની ભૂમિકા હતી.ડીસાના સમગ્ર માનવ સમાજ સાથે તેમનો પરિચય અને બેઠક હતી.નાનામાં નાની વ્યકિતથી લઈ મોટામાં મોટી વ્યકિત સુધી તેમની વાણી,વર્તન,વ્યવહારમાં સમાનતા હતી અને તેથી જ તેમને અનેક લોકો ચાહતા હતા. ગુજરાત ઈન્ડસ્ટ્રીઅલ બેંકના માધ્યમથી તેઓ અનેકજનોને ઉપયોગી નીવડયા હતા.
વઢિયારની રાજધાની લોલાડાથી લઈ ગુજરાતની રાજધાની ગાંધીનગર સુધીની તેમની સફર સંઘર્ષમય છતાં ખૂબ જ સફળ રહી હતી.તેમનાં ધર્મપત્ની સરોજબેન,દીકરાઓ હિમાંશુભાઈ,જનકભાઈ,દીકરીઓ રૂપલબેન,રચનાબેન,પુત્રવધુ વીરલબેન સહિત સમગ્ર પરિવાર તેમના આંગણે આવતા સૌને મીઠો આવકાર આપી વ્યવસ્થિત મહેમાનગતી કરતાં જ રહ્યાં છે.એના લીધે જ જસવંતભાઈ ઠકકર સહિત એમના સમગ્ર પરિવારની સમગ્ર રઘુવંશી લોહાણા સમાજમાં એક આગવી નામના અને પ્રતિષ્ઠા રહી છે.રઘુવંશી લોહાણા સમાજનાં કુમાર તેમજ કન્યા છાત્રાલયોમાં તેમજ વિવિધ જલારામ મંદિરોમાં પણ જસવંતભાઈ ઠકકર પરિવાર
નું આર્થિક યોગદાન રહ્યું છે.એમનો એક દીકરો જનકકુમાર ફિલ્મી દુનિયા,કલા જગત,ભારતીય જનતા પાર્ટી તેમજ લોહાણા મહાપરિષદ સાથે સંકળાયેલ છે.જસવંતભાઈને શ્રધ્ધાંજલી અર્પણ કરવા તેમજ એમના પરિવારને સાંત્વના પાઠવવા જનકકુમાર ઠકકરનો મોબાઇલ નંબર 9898007009 છે.
દયા,કરૂણા,સ્નેહ,સદભાવ,સેવા,પરોપકારના પ્રેરણાસ્ત્રોત સમાન જસવંતભાઈ ઠકકરે તારીખ 12-2-2024 સોમવારે આ ફાની દુનિયામાંથી આખરી વિદાય લીધી ત્યારે તેમના પરિવારજનો,સ્નેહીજનો,પરિચિતો સહિત અનેકજનોએ ઉંડા આઘાતની લાગણી અનુભવી હતી .ડીસાના રઘુવંશી દેશી લોહાણા સમાજ,અખિલ રઘુવંશી લોહાણા સમાજ,જય જલારામ ટ્રસ્ટ,લોહાણા પ્રગતિ યુવક મંડળ,જલારામ ગૌ સત્સંગ મંડળ સહિત સમગ્ર માનવ સમાજ વતી જસવંતભાઈ ઠકકરને ભાવભીની શ્રધ્ધાંજલી.કમીજલા ભાણ સાહેબની જગ્યાના મહંત મહામંડલેશ્ર્વર 1008 પૂજ્ય જાનકીદાસજી બાપુ તેમજ સર્વ ભકતો વતી પણ હાર્દિક શ્રધ્ધાંજલી. સદગત જસવંતભાઈ ઠકકરના દિવ્ય આત્માને જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા ચિરશાંતિ અર્પે તેમજ સૌ પરિવારજનોને આ કારમો આઘાત સહન કરવાની શકિત આપે તેવી ખરા અંત:કરણથી પ્રભુ પ્રાર્થના..
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા-ગુજરાત
મોબાઇલ;9825638643
