• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: ખડક ચઢાણમાં એ ગ્રેડ મેળવતાનવયુગ સાયન્સ કોલેજનાં પ્રોફેસર હર્ષદ મારવણીયા*

મોરબી:
શિક્ષક માત્ર અભ્યાસક્રમ પૂર્ણ કરવા સીમિત ન રહેતા આજની નવી પેઢી સાથે તાલ મિલાવી શકે એટલો હર હંમેશ બીજી પ્રવૃત્તિમાં પણ અપડેટ હોવા જોઈએ કે જેમાંથી વિદ્યાર્થીઓને પણ પુસ્તકીયા જ્ઞાન સિવાય બીજી પ્રવૃત્તિમાં જોડાવા માટે પણ પ્રેરણા મળવી જોઈએ.
આ વાત ને સાર્થક કરતા વેકેશનનો સદઉપયોગ કરીને નવયુગ સાયન્સ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર હર્ષદ એમ. મારવણીયા એ રાજ્ય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ઉપક્રમે , પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજિત, ખડક ચઢાણ બેઝીક કોર્ષમાં 10 દિવસની તાલીમમાં ભાગ લીધો હતો. અને તેમાં સફળતા પૂર્વક A grade પ્રાપ્ત કરેલ છે. આ બાબત વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ છે. શિબિર થી તેમનામાં ટીમ ભાવના આત્મવિશ્વાસ અને સ્વયંશિસ્ત, મજબૂત મનોબળ હકારાત્મક અભિગમ કેળવવા જેવા ગુણો આત્મસાત કર્યા હતાં.
આ શિબિરના સમાપન કાર્યક્રમનું સંચાલન પણ પ્રો. હર્ષદ એમ. મારવણીયા એ કર્યું હતું.
આમ દરેક શિક્ષક આવી પ્રવૃત્તિમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડતાં રહે.
આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી ના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા અને નવયુગ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન..

Related posts

*મૌસમ ના વરસાદ ની એન્ટ્રીબફારા બાદ ઠંડી ની લહેર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર નીપ્રજા માં ખુશી*

Hello Morbi

*મોરબીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૧૪૦મી પૂણ્યતિથી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

Leave a Comment