• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: આમરણ: તાત્કાલિક સરકારી ઉચ્ચસ્તર માઘ્યમિક શાળા આમરણ ખાતે ધોરણ 11અને12 વર્ગ શિક્ષક નિમણૂક અને ધોરણ -11 અને 12 નાં વિધાર્થીઓનાં અભ્યાસ માટે બિલ્ડિંગ ની વીયવસ્થા કરવા રજૂઆત*

ભરતભાઈ દેવાયતભાઈ કુંભરવાડીયા
જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર
ગામ – ફડસર તા.જી -મોરબી

પ્રતિશ્રી.
મુખ્યમંત્રીશ્રી -ગુજરાત સરકાર -ગાંધીનગર
શિક્ષણમંત્રીશ્રી -ગુજરાત સરકાર -ગાંધીનગર
વિષય:- તાત્કાલિક સરકારી ઉચ્ચસ્તર માઘ્યમિક શાળા આમરણ ખાતે ધોરણ 11અને12 વર્ગ શિક્ષક નિમણૂક અને ધોરણ -11 અને 12 નાં વિધાર્થીઓનાં અભ્યાસ માટે બિલ્ડિંગ ની વિયવસ્થા કરવા બાબતે
જય ભારત સાથ સવિનય જણાવાનું કે આમરણ ખાતે આવેલા સરકારી ઉચ્ચસ્તર માઘ્યમિક શાળા આમરણ માં ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ને અભ્યાસ માટે બિલ્ડિંગ ની વેવસ્થા ન હોવા નાં કારણે વિદ્યાર્થીને નવા આમરણમાં પ્રાથમિક શાળાના બિલ્ડીંગમાં હાલ કામચલાઉ ૨ રૂમમાં વિદ્યાર્થોને અભ્યાસ કરાવવામાં આવે છે ક્યારેક તો વિદ્યાર્થીઓને બહાર વૃક્ષ નીચે બેસાડી અભ્યાસ કરવામાં આવી રહ્યું છે ગુજરાત સરકાર માટે શરમજનક બાબત છે ધોરણ 11 માં 35 થી 40 ની સંખ્યા છે અને 12 માં 40 જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા છે બન્ને ધોરણ વચ્ચે આમરણ ઉચ. માધ્યમિક શાળા ના પ્રિન્સીપાલ અને શિક્ષક બન્ને 1 એક જ છે જે શિક્ષકની ઘટ છે જે વિધાર્થીઓનાં અભ્યાસ માટે પણ ગંભીર બાબત છે .
આમરણ ચોવીસીમા આજુ બાજુ 20 કિમી સુધી મા ક્યાંય પણ સરકારી ઉચ્ચસ્તર માઘ્યમિક શાળા નથી ફક્ત આમરણ ઉચ. માધ્યમીક શાળા આમરણ એક્ જ છે આમરણ વિસ્તાર નાં 25 થી વધૂ ગામડા આવેલ છે આમરણ આજુ બાજુ વિસ્તાર ગરીબ પરિવાર બાળકો શિક્ષણથી વંચિત ન રહે મફત શિક્ષણ નજીકમાં મળી રહે અને જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલ છે તે વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર નો થાય તેવી તાત્કાલિક શિક્ષકની નિમણૂક વેવસ્થા કરવી ખૂબ અગત્ય ની છે.
ઉપરોક્ત બાબતે તાત્કાલિકનાં ધોરણે આમરણ ઉચ માધ્યમીક શાળાના નવા બિલ્ડિંગ બાબતે ઘટતી કાર્યવાહી થાય અને ધોરણ 11 અને 12નાં આમરણ ચોવીસીના વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ આપ સાહેબશ્રી તાત્કાલીક ના ધોરણે નવા ઘટતા શિક્ષકોની નિમણુંક કરો તેવી અપેક્ષા સાથે આપને અરજ છે
નોંધ- આપણા દ્વારા કરેલ કાર્યવાહીની અમોને લેખીતમાં જાણ કરશો.
નકલરવાના- આપનોવિશ્વાસુ. પૂનમબેનમાડમ-સાંસદશ્રી-જામનગર મેઘજીભાઈચાવડા-ધારાસભ્યશ્રી-૭૬કાલાવડ કલેક્ટરશ્રી-મોરબી જિલ્લાશિક્ષણ અધિકારીશ્રી -મોરબી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી અમરનાથ તીર્થધામની સફળ યાત્રા બદલ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને રૂપિયા 𝟏𝟏𝟎𝟎𝟎 ની ગૌસેવા અર્પણ કરતા ડીસાના યુવાનો*

editor

*ભાજપ : બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો તથા વાંકાનેર શહેર પ્રમુખની નિમણૂક કરાઈ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલમાં ન્યુરો વિભાગ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*

editor

Leave a Comment