• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ના પીપળી ગામની માનસધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના પીપળી ગામની સીમ, માનસધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./ જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.આર.મકવાણા નાઓએ પોલીસ કોન્સ. પંકજભા ગુઢડા તથા જયદીપભાઈ પટેલ નાઓને નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના પીપળી ગામની સીમ, માનસધામ સોસાયટી નં.૦૧, આરોપી કેતનભાઇ કુબેરભાઇ પરમારના રહેણાક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરીછુપીથી તેનુ વેંચાણ કરે છે વિગેરે મતલબેની મળેલ હકીકત આધારે સદરહું હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા મજકૂર ઇસમના કબ્જા ભોગવટાવાળા મકાનમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની કૂલ બોટલ નંગ-૩૫ ફૂલ કિં.રૂ.૧૬૫૫૦/- તથા બીયરના ટીન નંગ-૮૮ કિં.રૂ.૮૮૦૦/- મળી ફૂલ કિં.રૂ.૨૫,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર ઇસમ ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઈ.શ્રી બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.> આરોપી :-
કેતનભાઇ કુબેરભાઇ પરમાર જાતે.અનુ.જાતિ ઉ.વ.૨૫, ધંધો-મજુરી, રહે. હાલ-માનસધામ સોસાયટી નં.૦૧, પીપળી, તા.જી.મોરબી, મુળ રહે. દીધલીયા, તા.વાંકાનેર, જી.મોરબી.
> કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કાચની શીલપેક બોટલ નંગ-૩૫
કિં.રૂ.૧૬૫૫૦/- તથા બીયરના ટીન નંગ-૮૮ કિં.રૂ.૮૮૦૦/- મળી ફૂલ કિં.રૂ.૨૫,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પો.સ.ઈ.શ્રી બી.એમ.બગડા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ
બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીથભાઇ લોખીલ તથા કેતનભાઇ અજાણા તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કુલદિપભાઇ કાનગડ તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*વાંકાનેર હસનપર ગામ પંચાયત દ્વારા છાપરા વાળીને રહેતા પરિવારજનો માટે સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ*

Hello Morbi

*જોડીયા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હેમતપરી ગોસ્વામી ની નિમણુક*

Hello Morbi

*મોરબી ના રવાપર ગામની ખરાબાની જમીન પર થયેલા દબાણ હટાવવા રજૂઆત*

Hello Morbi

Leave a Comment