• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:315 મા ગુરૂવારે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના માધ્યમથી ભજનોની જામી રમઝટ*

315 મા ગુરૂવારે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના માધ્યમથી ભજનોની જામી રમઝટ
———————
ડીસા નગરના ઈતિહાસ માટે ખૂબ જ ગૌરવશાળી કહી શકાય તે રીતે છેલ્લા છ વર્ષથી અતિ નિયમિતપણે દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા હર્ષોલ્લાસથી થાય છે.ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા વિભાગના ઉપક્રમે 315 મા ગુરૂવારનાં ભજન જલારામ મંદિર ડીસા ખાતે રાખવામાં આવ્યાં હતાં.આ ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય અવસરે વિશ્ર્વ વિખ્યાત તરભ વાળીનાથ જગ્યાના યુવાન મહંત પૂજ્ય જયરામગીરીજી બાપુ તેમજ ટેંટોડા રાજારામ ગૌધામના પૂજ્ય રામરતનજી મહારાજ ઉપસ્થિત રહેતાં વાજતેગાજતે સામૈયું કરી કંકુતિલક, ફૂલહાર,સાલથી સન્માન કરાયું હતું.ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળનાં પ્રમુખ પૂજાબેન કે ઠકકર,મંત્રી બીનાબેન એ ઠકકર,ઉપપ્રમુખ શિલ્પાબેન એસ ઠકકર,સહમંત્રી જ્યોતિબેન આર.ઠકકર,ખજાનચી સરોજબેન ડી રતાણી,સહખજાનચી રવિનાબેન એમ ઠકકર ઉપરાંત કલ્પેશભાઈ ઠકકર,દીલીપભાઈ રતાણી,આનંદભાઈ પી.ઠકકર,પ્રકાશભાઈ એન મજેઠીયા સહિત સૌએ કાર્યક્રમની સફળતા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.
315 મા ગુરૂવારે અગીયાર લાખ રૂપિયા ટેંટોડા જલીયાણ ગૌમાતા હોસ્પિટલ,બે લાખ જલીયાણ ગૌશાળા ડીસા તેમજ એકાવન હજાર તરભ ગૌશાળાને અર્પણ કરાતાં જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની અત્યાર સુધીની ગૌસેવા એક કરોડ પાંચ લાખ સુધી પહોંચી હતી.ભજનમાં અંદાજે 800 ઉપરાંત હરિભકતો ઉપસ્થિત રહેતાં 315 મા ગુરૂવારે બે લાખ સાહેંઠ હજારની ગૌસેવા એકત્ર થઇ હતી.316 મા ગુરૂવારે પ્રેમસિંહના નિવાસસ્થાને ભજનની જાહેરાત કરાઈ હતી.
અદભૂત,ઐતિહાસિક અને અભૂતપૂર્વ માહોલમાં યોજાયેલ આ ભજનમાં પૂજ્ય જયરામગીરીજી બાપુએ આશીર્વાદ આપી ગૌસેવાના સત્કાર્યમાં પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી સૌને તરભ જગ્યાનાં દર્શન કરવા આમંત્રણ આપ્યું હતું.
ભજનનો નિજાનંદી તેમજ એક સમાન ડ્રેસનો માહોલ નિહાળી ઉપસ્થિત સૌકોઈએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.અગિયાર વર્ષ નિયમિત દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન કરવાનો સૌએ મક્કમ નિર્ધાર કર્યો હતો.

Related posts

*HELLO MORBI:વાંકાનેર સીટી પો.સ્ટે.ના આશરે પાંચેક માસથી અપહરણના ગુનાના આરોપીને પકડી પાડતી AHTU ટીમ મોરબી*

editor

*HELLO MORBI NEWS:ડીસામાં 354 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રાજવી અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબનો આજે જન્મ દિવસ શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

editor

Leave a Comment