• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

જોડિયા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ 2021 યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરના માર્ગદર્શન હેઠળ જોડિયા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ બી.આર.સી. ભવન, જોડિયા ખાતે યોજવામાં આવ્યો. ચિત્ર, નિબંધ લેખન, વક્તૃત્વ અને કાવ્યગાન સ્પર્ધામાં ક્લસ્ટર કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શક શિક્ષકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા ભાગ લેનાર બાળકોને કલા ક્ષેત્રે આગળ વધવા માટે રહેલી તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. કેળવણી નિરીક્ષકશ્રી કિશોરભાઈ ગજેરા દ્વારા બાળકોને શિક્ષણની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ અંગે પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું. દરેક બાળકોએ અલગ અલગ સ્પર્ધામાં સુંદર રજૂઆત કરી. જેમાં ચિત્ર સ્પર્ધામાં લક્ષ્મીપરા શાળાના આધ્રોજીયા સંતોષ , નિબંધ લેખનમાં વાવડી પ્રા. શાળાના મકવાણા રીના , વક્તૃત્વ સ્પર્ધામાં ટીંબડી પ્રા. શાળાના પટેલ દક્ષ અને કાવ્યગાનમાં લિંબુડા પ્રા. શાળાના મારવાણીયા પ્રાચી પ્રથમ નંબર મેળવેલ છે. ચારેય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનારને 500, બીજો નંબર મેળવનારને 300 અને ત્રીજો નંબર મેળવનારને 200 રૂ. રોકડ પુરસ્કાર અને ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજેતા થયેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે. સમગ્ર સ્પર્ધાનું આયોજન અને સંચાલન બી.આર.સી.કો.ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પેશિયલ એજ્યુકેટર ઝહિદભાઈ હિંગોરજાએ જહેમત ઉઠાવી હતી……

 

Related posts

*HELLO MORBI:ભારે પવન તથા ભારે વરસાદ ના કહેર વચ્ચે પણ અવિરત સેવા પ્રદાન કરતું મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

editor

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો સંવેદનાસ્પર્શી અભિગમ*  *રાજ્યમાં બર્ડફલૂના કેસ સંદભર્માં કરૂણાઅભિયાન-ર૦ર૧ અન્વયે પક્ષી બચાવ-સારવાર માટે અનુસરવાની S.O.P જાહેર*

Hello Morbi

*દિવાન રાહિબ શા ના જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

Leave a Comment