• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સૌરાષ્ટ્ર ના સાવજ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયા ની પાંચમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

*સૌરાષ્ટ્ર ના સાવજ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયા ની પાંચમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

*શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ મોરબી વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા પરિવાર દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી ગૌ.વા.વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી*

સૌરાષ્ટ્ર ની પાવન ધરતી પર અનેક સંતો-મહંતો અને મહાનુભવોએ જન્મ ધારણ કર્યા છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ નુ મોક્ષધામ પણ સૌરાષ્ટ્ર ની પવિત્ર ધરા છે ત્યારે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશ નુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયા નો જન્મ તા.૮-૧૧-૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીત ના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા નુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મો ની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે ત્યારે તા.૨૯-૭-૨૦૨૪ ના રોજ તેમની પાંચમી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી ના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા મોરબી ના વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે શ્રી કૃષિતભાઈ સુવાગીયા, શ્રી મંગળજીભાઈ સુવાગીયા, શ્રી નરેન્દ્રભાઈ સુવાગીયા, અનિલભાઈ સુવાગીયા, રાજદીપભાઈ સુવાગીયા, જગદીશભાઈ વામજા, જયેશભાઈ ગોસ્વામી સહીત ના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી,જયંતભાઈ રાઘુરા સહીત ના અગ્રણીઓએ સૌરાષ્ટ્ર ના ખરા લોકસેવક એવા ગૌ.વા.વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*જોડિયાના જાંબુડા પાટીયા પાસે રેતીનો ટ્રક પલટી મારી જતા થોડીવાર માટે વાહન વ્યવહાર અટકાવ્યો હતો*

Hello Morbi

*જાહેરમાં જુગાર રમતા ૭ શકુનીને પકડી પાડતી કોડીનાર પોલીસ*

Hello Morbi

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાંથી મોટરસાઈકલની ચોરી કરનાર ઈસમને મો.સા. તથા રીક્ષા સાથે પકડી પાડી બે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી હળવદ પોલીસ*

editor

Leave a Comment