• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા યાત્રા’ ના આયોજન અંગેની બેઠક કલેક્ટરશ્રી કિરણ ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ*

આગામી ૧૦ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન યોજાનારી ‘હર ઘર તિરંગા યાત્રા’ ના આયોજન અંગેની બેઠક કલેકટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરશ્રીએ મોરબીના નાગરિકોમાં દેશદાઝની ભાવના ઉજાગર થાય તેવું આયોજન કરવા અનુરોધ કર્યો હતો.‌ તિરંગા યાત્રામાં શાળાના બાળકો દેશભક્તિ પ્રદર્શિત કરતી વેશભૂષા ધારણ કરે, માનવ સાંકળની રચના, ચિત્ર-નિબંધ-રંગોળી સ્પર્ધા, ઢોલ અને છત્રી સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થાય, તે સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. ફ્લેગ કોડની જોગવાઇનું ચુસ્તપણે પાલન થાય, નાગરિકો ભાતીગળ પહેરવેશમાં ઉપસ્થિત રહે, તથા મોરબી જિલ્લાના અને શહેરના વધુમા વધુ નાગરિકો આ યાત્રામાં સામેલ થાય, તેવું આયોજન કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.
બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર એ ઉપસ્થિતોને આવકાર્યા હતા. અને ૧૦ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન યોજાનારી ’હર ઘર તિરંગા યાત્રા’ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી.

ગ્રામ્ય વિસ્તારો, સરકારી કચેરીઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા, સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ, ઔદ્યોગિક એકમો, એ.પી.એમ.સી., ઘર, દુકાન તથા અન્ય વિસ્તારોમાં વધુમાં વધુ સ્થળોએ ત્રિરંગો લહેરાવી શકાય, તે અંગેની વ્યવસ્થા ગોઠવવા નિવાસી અધિક કલેકટરશ્રીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું. રાષ્ટ્રધ્વજની આમન્યા જળવાય તથા પુરા સન્માન સાથે ત્રિરંગો મહત્તમ જગ્યાઓએ લહેરાય, તેવું આયોજન કરવા પણ તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, પ્રાંત અધિકારીસર્વશ્રી ધાર્મિક ડોબરીયા, સિદ્ધાર્થ ગઢવી, સુશીલ પરમાર, નાયબ કલેક્ટરશ્રી સુબોધકુમાર દુદખીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા, સર્વે મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ તેમજ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી જીલ્લા સહિત અલગ અલગ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ-૧૦ મંદિર ચોરી કરનાર ઇસમને પકડી પાડી મંદિર ચોરીનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી નવયુગ વિદ્યાલય ખાતે સિતારે* *નવયુગએન્યુઅલ* *ફંક્શન યોજાયું*

editor

*HELLO MORBI NEWS:જલારામ મંદિર ડીસા ખાતે દાતા પરિવારનું કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment