• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ગુજરાતમાં આજે નવા ચૂંટાયેલા બીજેપીના આઠ ધારાસભ્યોની શપથવિધિ, જાણો વિજયમૂહર્તમાં કોણ કોણ હાજર રહેશે?

બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા બીજેપીના 8 નવા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે. ભાજપના પ્રવક્તા પંકજ દેસાઈએ જણાવ્યું કે કોરોના મહામારીના કારણે શપથ ગ્રહણ સમારોહમાં મર્યાદિત સભ્ય જ ઉપસ્થિત રહેશે.

શપથ ગ્રહણ સમારોહમાં જે લોકો ઉપસ્થિત રહેશે, તેમાં પેટાચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યો સિવાય રાજ્યના સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, મંત્રી પ્રદીપ સિંહ જાડેજા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિતિ રહેશે.

શપથ ગ્રહણ સમારોહમાં જે લોકો ઉપસ્થિત રહેશે, તેમાં પેટાચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યો સિવાય રાજ્યના સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, મંત્રી પ્રદીપ સિંહ જાડેજા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિતિ રહેશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે ગાંધીનગર ખાતે ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોની શપથવિધિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના ધારાસભ્યોની શપથવિધિ સમારોહ યોજાશે. વિધાનસભા સંકુલના ચોથા માળે આ કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે. આ સાથે જ ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપની સંખ્યા વધીને 111 પહોંચશે.

Related posts

*HELLO MORBI: આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપ ની બોટલ જથ્થો પકડી પાડતીમોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં રાઈટ ટુ એજ્યુકેશન અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે શાળા પ્રવેશ મળશે*

editor

*કોરોનાના કેસોમાં વધારાના ને ધ્યાને લઇ મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષ એ યોજાયેલ મહત્વનો નિર્ણય રાજ્ય ના ચાર મહાનગર પાલિકા માં રાત્રી કર્ફ્યું 15 દિવસ માટે લંબાવ્યો*

Hello Morbi

Leave a Comment