• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ શ્રીહરી, ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ કારખાના પાછળ ટેંકરમાંથી કેમીકલની ગે.કા. હેરાફેરી કરતા કુલ કિ.રૂ. ૬૩,૧૭,૭૦૨/- નો મુદામાલ પકડી પાડતી એસ.ઓ.જી.મોરબી*

હળવદ શ્રીહરી, ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ કારખાના પાછળ ટેંકરમાંથી કેમીકલની ગે.કા. હેરાફેરી કરતા કુલ કિ.રૂ. ૬૩,૧૭,૭૦૨/- નો મુદામાલ પકડી પાડતી એસ.ઓ.જી.મોરબી

તા-૦૩/૦૮/૨૦૨૪
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જિલ્લામાં મિલકત સબંધી / ડીઝલ, કેમીકલ, પેટ્રોલ ચોરીઓ અંગેના ગુનાઓ બનતા અટકાવવા શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.આર.કેસરીયા પો.સબ.ઇન્સ. તથા એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન મળેલ હકિકત આધારે હળવદ ધ્રાંગધ્રા હાઇવે શકિતનગર ગામ પાસે આવેલ આઇમાતા હોટલ સામે, શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આધ્યાશકિત એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે એક ટેન્કરમાંથી ત્રણ ઇસમો ગે.કા.શંકાસ્પદ રીતે કેમીકલની હેરાફેરી કરતા હોવાની ચોકકસ માહીતી મળતા જે માહીતી આધારે રેઇડ કરતા સ્થળ પર ત્રણ ઇસમો ટેન્કરમાંથી કેમીકલની ગે.કા. હેરાફેરી કરતા હોય જેઓ વરસાદી માહોલ તથા રાત્રીના અંધારાનો લાભ લઇ નાશી ભાગી ગયેલ તે જગ્યાએથી નીચે જણાવ્યા મુજબનો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરીક સુરક્ષા સહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૬(૧) મુજબ કાર્યવાહી કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરવા સોપી આપેલ છે પકડાયેલ મુદામાલની વિગત

(૧) ટેન્કર નંબર-GJ-12-BW-9237 કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/-

(૨) બોલેરો પીકઅપ ગાડી નંબર- GJ-27-TT-7634 કિં.રૂ.3,00,000/-

(૩) ટેન્કરમાંથી કાઢેલ કેમીકલ આશરે લીટર ૧૯૦૫ કિ.રૂ.૨,૬૨,૮૯૦/-

(૪) ટેન્કરમાં ભરેલ કેમીકલ આશરે ૩૦,૭૦૦ કિ.ગ્રામ કિં.રૂ.૪૨,૪૯,૫૧૨/-

(૫) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫૦૦0/-

(૬) કેમીકલ કાઢવા માટેની પ્લા.ની પાઇપ નંગ-૨ કિ.રૂ.૨૦૦/-

(૭) ખાલી કેરબા નંગ-૨ કિ.રૂ.૧૦૦/-

(૮) બીલ્ટી તથા ઇવેબીલ કિ.રૂ.00/00

(૯) ગાડીના કાગળો ફાઇલ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કી.રૂ.૬૩,૧૭,૭૦૨/- નો મુદામાલ કબજે કરેલ છે.

– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી :-

શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.મોરબી તથા PSI શ્રી, કે.આર.કેસરીયા તથા એસ.ઓ.જી.મોરબી સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી 𝐎𝐒𝐄𝐌 𝐂𝐁𝐒𝐄 સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટેના છેલ્લા દોઢ વર્ષથી અપહરણ ના ગુનાના આરોપીને કોલકતા ખાતેથી પકડી તથા ભોગ બનનારને શોધી કાઢતી AHTU ટીમ મોરબી*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ. ઠાકરશીભાઈ પુંજાભાઈ મિસ્ત્રી પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment