• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા પીપળીયા સ્ટેટ હાઇવેના જૂના મેજર બ્રીજના ઇન્સપેક્શન અને મરામત માટે ભારે વાહનોને ૮ દિવસ પ્રવેશ પ્રતિબંધ*

મોરબી, તા. ૩૦ ઓગસ્ટ

માળીયા પીપળીયા સ્ટેટ હાઇવેમાં ભારે વરસાદના કારણે નુકસાની થયેલ હોવાથી મેજર બ્રિજ કે જે અંદાજે ૪૦ વર્ષ જૂનો હોવાના કારણે હાલની સ્થિતિ જોતા વાહન વ્યવહાર ચાલુ રાખો યોગ્ય ન જણાતા આ બ્રિજનું ઇન્ફેક્શન તથા મરામત યોગ્ય રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી પીપળીયા ચાર રસ્તાથી માળીયા નેશનલ હાઇવે સુધી દિન ૮ માટે ભારે વાહનોના પ્રતિબંધ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર જવા માટે અમદાવાદ કચ્છ તરફથી આવતો વાહન વ્યવહાર હાલ માળીયા થી પીપળીયા રસ્તાની જગ્યાએ માળિયાથી-મોરબી-ટંકારા-આમરણ-ધ્રોલ-લતીપર વાળા રસ્તાનો ઉપયોગ કરશે. જામનગર આમરણ તરફથી આવતા વાહનો કચ્છ તરફ જવા માટે પીપળીયા ચાર રસ્તાથી-નવલખી-ફાટકથી રવિરાજ ચોકડીથી-માળીયા કચ્છ તરફ જઈ શકશે.

આ જાહેરનામામાંથી સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પીજીવીસીએલના, વાહનો સબવાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ કોલેજના વાહનો, સામાજિક/ધાર્મિક પ્રસંગોને લગત ભારે વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને મુક્તિ આપવામાં આવે છે.

Related posts

*HELLO MORBI:અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ થકી મહીલાને સમજાવટથી ઘરે પરત મોકલી*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*મોરબી : ધમકી આપવાના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો*

Hello Morbi

Leave a Comment