• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી સુરત જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી સુરત જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી.
*તા.૩૧/૦૮/૨૦૨૪*
પોલીસ અધિક્ષકશ્રી મોરબીના રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના મુજબ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓએ મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન તથા માળીયા મિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડેલ હોય જે પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા શ્રી કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી કીશનભાઇ ઉર્ફે કાનો અશોકભાઇ પાટડીયા રહે. હાલ નાની વાવડી ગામ ભુમિટાવર સામે તા.જી.મોરબી વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી.મોરબી તથા શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કોડ, મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી સામાવાળા કીશનભાઇ ઉર્ફે કાનો અશોકભાઇ પાટડીયા (સોની) ઉ.વ. ૨૬ રહે. હાલ નાની વાવડી ગામ ભુમિટાવર સામે તા.જી.મોરબી મુળ રહે. રાજકોટ,બાપુનગર મેઇન રોડ, જિલ્લા ગાર્ડન રોડ, રાજકોટ વાળાને આજરોજ તા.૩૧/૦૮/૨૦૨૪ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઃ-
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.એચ.ભોચીયા, શ્રી વી.એન.પરમાર તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:નીગાહે વલીમે વો તાસીર દેખી* *બદલતે હજારો કી તકદીર દેખી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર ની પ્રથમ સફળતા*

editor

*HELLO MORBI: મોરબી શહેર અને જિલ્લામાં કથળેલી કાયદો વ્યવસ્થાને લઈને કોંગ્રેસ આવેદનપત્ર આપશે*

editor

Leave a Comment