• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે પ.પૂ. ગુરૂદેવ વાલગીરીબાપુ (ગુરૂ શ્રી મુંડીયા સ્વામિ)ના સ્મરણાર્થે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે પ.પૂ. ગુરૂદેવ વાલગીરીબાપુ (ગુરૂ શ્રી મુંડીયા સ્વામિ)ના સ્મરણાર્થે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

*અત્યાર સુધી ના ૩૫ કેમ્પ મા કુલ ૧૦૬૯૭ લોકોએ લાભ લીધો તેમજ ૪૮૨૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.*

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૯-૨૦૨૪ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન પ.પૂ. ગુરૂદેવ શ્રી વાલગીરીભાપુ (ગુરૂ શ્રી મુંડીયા સ્વામી) ના સ્મરણાર્થે (હ.નાથાભાઈ,દેવાભાઈ,ઘનશ્યામભાઈ)દ્વારાવિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૩૫માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૧૦૬૯૭ લોકો એ લાભ લીધો હતો તેમજ ૪૮૨૨ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ
મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડા માં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગો ની સફળતાપૂર્વક સારવાર કરતા આયુષ હોસ્પિટલ ના ડો. સત્યજીસિંહ જાડેજા*

editor

*HELLO MORBI:(નૈમિષ સેજપાલ દ્વારા) આગામી દિવસો માં ગુજરાત માં પધારતા ધીરેન્દ્ર શાસ્ત્રી જી નો વિરોધીઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને વખોડી કાઢતાં હળવદ ના યુવા નેતા તપન દવે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *ભારત દેશની એકતા, અખંડિતતા અને મજબૂતાઈ માટે સક્રિય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પ્રેરણાદાયી શતાબ્દિ મહોત્સવ વર્ષ*

editor

Leave a Comment