• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:શ્રીહડિયાણા કન્યા શાળાખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો*

P M SHRI શ્રી હડિયાણા કન્યા શાળામાં નવરાત્રી મહોત્સવ યોજવામાં આવ્યો.
શ્રી હડીયાણા કન્યા શાળામાં આજરોજ શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સવો અંગેની સમજ કેળવવા તથા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉમદા હેતુથી તથા આદ્યશક્તિની ઉપાસના કરવાના ઉપરાંત નારીશક્તિને વંદન કરવા માટે આજરોજ શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં આજ રોજ શાળામાં વેલ ડ્રેસ સ્પર્ધા, વેલ પ્લેયર સ્પર્ધા તથા દાંડિયા સજાવટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીની બહેનો માટે અલગ અલગ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં શાળાની આશરે ૨૦૦ જેટલી વિદ્યાર્થિની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌ પ્રથમ શાળાના તમામ વિદ્યાર્થીની બહેનો તથા શિક્ષકો દ્વારા માતાજીની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ઉપરાંત હડીયાણા કન્યા શાળાના આચાર્યશ્રી અરવિંદ એન મકવાણા દ્વારા વિજેતા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. શાળાના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીની બહેનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહસહભર ભાગ લીધો હતો……………….
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા….

Related posts

*HELLO MORBI:મોરબી જીલ્લા ક્રિકેટ એસો. દ્વારા ૯ એપ્રિલે ખેલાડીઓનું સિલેકશન કરાશે*

editor

*મોરબી રાજકોટ હાઇવે પર મીતાણા ઓવરબ્રીજ પાસે સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાતાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર મૃત્યુ નીપજયા હતા*

Hello Morbi

*રાજપૂત સમાજ દ્વારા ૨૧ નવદંપતી ના સમુહ લગ્ન ખંભાત ના પાંદડ ગામ ખાતે યોજાયા*

Hello Morbi

Leave a Comment