• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: હળવદના જૂનાધનાળા ગામમાં રહેણાંકના મકાનમાં ચાલતા જુગરધામ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી*

તા.૦૫/૧૦/૨૦૨૪
શ્રી, અશોકુકમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ સમગ્ર રાજકોટ રેન્જમાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે અસરકારક કામગીરી કરવા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી, કે.એચ.ભોચીયા ,વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન મળેલ હકીકત આધારે હળવદ તાલુકાના જુના ધનાળા ગામે ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનેથી નીચે જણાવેલ નામવાળા ઇસમો ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા કુલ-૦૮ ઇસમોને રોકડા રૂપીયા ૧,૪૬,૬૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૮૨,૧૦૦/- તથા ગંજીપાના પાના નંગ-૫૨ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.> પકડાયેલ આરોપીઓના નામ સરનામા

(૧) ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા રહે. જુના ધનાળા ગામ, તા.હળવદ જી.મોરબી

(૨) પ્રવિણભાઇ ઉર્ફે પવો ગાંડાભાઇ ચાવડા રહે. જુના ધનાળા ગામ, તા.હળવદ જી.મોરબી

(૩) ચંદ્રકાંતભાઇ દેવજીભાઇ અઘારા રહે. ઇશ્વરનગર ગામ, તા.હળવદ જી.મોરબી

(૪) કિરણભાઇ જીલુભાઇ ઝીંઝુવાડીયા રહે.જુના ધનાળા ગામ, તા.હળવદ જી.મોરબી

(૫) અજીતભાઇ સોમાભાઇ ગોહિલ રહે.ગોરી દરવાજે હળવદ તા.હળવદ જી.મોરબી

(૬) બાબુલાલ ગોવિંદભાઇ રાઠોડ રહે. જુના ધનાળા ગામ, તા.હળવદ જી.મોરબી

(૭) ગોપાલસિંહ જીતુભા જાડેજા રહે. જુના ધનાળા ગામ, તા.હળવદ જી.મોરબી

(૮) હિરજીભાઇ ઉર્ફે હિરાભાઇ લક્ષમણભાઇ સરાવાડીયા રહે. ઇશ્વરનગર ગામ, તા.હળવદ જી.મોરબી- પકડવાના બાકી આરોપીનુ નામ સરનામુ

(૧) મહેમુદ ઉર્ફે રેવુ ઉર્ફે રેવડી નથુભાઇ સિપાઇ રહે. સિપાઇ વાસ, ગોરીદરવાજા હળવદ- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રાંગધ્રા 𝐒𝐒𝐏 𝐉𝐚𝐢𝐧 𝐂𝐨𝐥𝐥𝐞𝐠𝐞 વર્ષ ૧૯૯૨ બેચ સ્નેહમિલન સમારોહ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર એસટી ડેપો ની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા*

editor

Leave a Comment