• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ગુમ થયેલા સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા સાથે ગણત્રીની કલાકોમા મિલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ*

*ગુમ થયેલા સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા સાથે ગણત્રીની કલાકોમા મિલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ*

*તા.૨૭/૦૨/૨૦૨૫*
*મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એચ.સારડા નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.ખરાડી તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ કાર્યરત હોય જે અન્વયે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાગૃત નાગરીક દ્વારા આજરોજ* *તા.૨૭/૦૨/૨૦૨૫ ના રોજ ટેલીફોનીક જાણ કરેલ કે અગાભી પીપળીયા ગામેથી વાલીવારસ વગર સગીરવયનો બાળક મળી આવેલ છે જે બાબતે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાળકનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરતા પોલીસ સ્ટાફે બાળકની કાલીધેલી ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને બાળકને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબજ ટુંકા સમયમાં રાજકોટ શહેર આજીડેમ લાપાસરી મામાદેવ મંદીર પાસે રહેતા અને છુટક કડીયાકામની મજુરી કરતા અનકરભાઇ પાંગલીયા મોહનીયા ઉવ.૨૫ મુળ રહે. બલોલા તા.પારા જી.જાંબવા(એમ.પી) વાળાને શોધી ખાત્રી કરતા આ સગીરવયનો બાળક છેલ્લા દોઢેક વર્ષથી તેની સાથે રહેતો હોય જે ખાત્રી કરી સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા ને સોંપી આપેલ હતો અને પાલક માતા-પિતા તેના બાળકને શોધતા હોય અને બાળક મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો. આમ એક સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા સાથે ગણત્રીની કલાકોમા મિલન કરાવવામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમને સફળતા મળેલ છે*
*કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી*
*આ કામગીરીમાં અમો પો.ઇન્સ. ડી.વી.ખરાડી તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા વીજયભાઇ ડાંગર તથા પો.કોન્સ. દિનેશભાઇ લોખીલ તથા કિશનભાઇ મેર રોકાયેલ હતા*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: શહેર ભાજપ યુવા મહામંત્રી અમિત સેજપાલ નો આજે જન્મદિવસ શુભકામનાઓની વર્ષા*

editor

*HELLO MORBI: મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા ઉત્તરાયણ અને કોલ્ડવેવથી બચવા અંગે વી.સી. હાઈસ્કુલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીયવયની બાળકિશોર બાળાનુ અપહરણ કરી લઈ જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment