• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પોરબંદરના નામાંકિત યુવા ધરાશાસ્ત્રી અકબર સેલોતનો આજે જન્મ દિવસ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

પોરબંદરના નામાંકિત યુવા ધરાશાસ્ત્રીનો આજે તા.2 જુલાઈ ના રોજ જન્મ દિવસ છે.

યુવા એડવોકેટ કમ લોકસેવક એડવોકેટ અકબરભાઈ સુલેમાનભાઈ સેલોતનો આજે જન્મદિવસ હોવાથી તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. પીર સૈયદ સરકાર દાદાબાપુ કાદરીની દુઆઓથી સતત સંઘર્ષ કરીને બી.એ.- એલ.એલ.બી.નો અભ્યાસપૂર્ણ કર્યા બાદ વકીલાતના વ્યવસાયમાં નામના મેળવી છે ત્યારે હવે એલએલ.એમ. ( કાયદામાં માસ્ટરની ડીગ્રી ) મેળવીને પોરબંદરના મુસ્લિમ સમાજના પ્રથમ યુવા એડવોકેટ હોવાનું ગૌરવ મેળવ્યું છે . અને હવે તેઓ પી.એચ.ડી. કરવાની ઈચ્છા પણ ધરાવે છે . તેઓ એ તેમની એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ દરમિયાન અનેક આંટીઘૂંટી ના કેસ સોલ્વ કરી ને અસીલ તરફેણમાં કેસ જીતીને તેમની કારકિર્દી માં મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે.

એડવોકેટ અકબરભાઈ સેલોત પોરબંદરની અશરફી કસ્બાતી જમાતના પ્રમુખ તેમજ સુન્ની અંજુમને ઈસ્લામ સુપ્રિમ કાઉન્સીલના ટ્રસ્ટી અને અશરફી – સીમનાની ટ્રસ્ટના સલાહકાર તરીકે સેવાઓ આપી રહયા છે . તેઓ અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી વિનામૂલ્યે સ્કોલરશીપના ફોર્મ , વિધવાઓને મદદ , સરકારી યોજનાઓની માહીતી ,, સિવણકલાસ સમર વેકેશન કેમ્પ , મહીલાઓને ઘર બેઠા કામ કરી રોજગારી , દર્દીઓના લાભાર્થે મેડીકલ કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃતિઓમાં સક્રીય ભાગભજવી રહયા છે . વિનામૂલ્યે અભ્યાસ માટેની સરકારની આર.ટી.ઈ. યોજનાના ફોર્મ પણ તેઓ ભરાવી રહયા છે તેમજ સરકારશ્રીની દરેક યોજનાના ફોર્મ વિનામૂલ્યે ફોર્મ ભરાવી આપે છે ત્યારે તેઓ ખરા અર્થમાં સેવાકીય કાર્યો કરતા રહે તેવી શુભેચ્છાઓ . તેમના મોબાઈલ નં . ૮૮૬૬૪૦૪૨૩૧ ઉપર ફોન , મેસેજ અને વોટસઅપ – ફેસબુક ઉપર તેમના મિત્રવર્તુળો , શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહયો છે .

Related posts

*HELLO MORBI NEWS:૧૮ સપ્ટેમ્બરે હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

*HELLO MORBI:ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ૨૦૦મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે પુસ્તક વિક્રય કેન્દ્ર બન્યું લોકોના આકર્ષણનું કેન્દ્ર*

editor

*કોરોના હળવો પડતા પ્રજાલક્ષી કામોના ખાતમુહૂર્ત શરૂ: વાંકાનેરમાં એસટી સ્ટેન્ડ ખાતે ખાતમુરત કરાયું*

Hello Morbi

Leave a Comment