• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યની ચાર વાર્તાઓનો અંગ્રેજી પુસ્તકમાં થયેલ સમાવેશ*

જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યની ચાર વાર્તાઓનો અંગ્રેજી પુસ્તકમાં થયેલ સમાવેશ
ઉતર ગુજરાતના મેઘાણી, બનાસકાંઠાના જાણીતા સાહિત્યકાર, અનેક લેખકો-કવિઓના ગુરૂજી, શ્રેષ્ઠ વક્તા,અભ્યાસુ ઈતિહાસકાર એવા કનુભાઈ આચાર્યની ચાર વાર્તાઓનો સમાવેશ અંગ્રેજી લેખક મુકેશ રાવલના પુસ્તક “વ્હીસપર્સ ફ્રોમ અરાવલ્લી;ફોક ટેલસ્ ઓફ નોર્થ ગુજરાત” માં સમાવેશ થતાં બનાસકાંઠાના સાહિત્ય જગતમાં આનંદની લાગણી વ્યાપી છે.
બનાસ સાહિત્ય કલા સંઘના પ્રમુખ તેમજ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના પૂર્વ સંરક્ષક એવા કનુભાઈ આચાર્ય દ્રારા સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ સારૂં ખેડાણ થયેલ છે.તેમના થકી અંદાજે 70 જેટલાં પુસ્તકોનું લેખન તેમજ સંપાદન થયેલ છે.આ અંગ્રેજી પુસ્તકમાં તેમની અનકવેન્સચડ થર્સટ,અનનોન ઓબ્લીગેશન્સ,ધી વેઈટ ઓફ ઈગો,વર્સીસ ઓફ રેડેમ્પશન એમ ચાર વાર્તાઓ સમાવેશ થતાં સૌ સાહિત્યકારોએ રાજીપો વ્યક્ત કરેલ છે.
બનાસ સાહિત્ય કલા સંઘના સર્વ મુસાફિર પાલનપુરી,ડો.સૂરેન્દ્રભાઈ ગુપ્તા, ભગવાનભાઈ બંધુ, તરૂણભાઈ શેઠ,કવિ કિશોર પટેલ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,પ્રો.એ.ટી.સિન્ધી, પ્રહલાદભાઈ ઉણવાળા, મહેશભાઈ મુલાણી, યશપાલસિંહ વાઘેલા, રમેશભાઈ ત્રિવેદી, બળદેવભાઇ રાયકા, દિનેશભાઇ કવિરાજ, મહેશભાઈ મનવર, જયેશભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ રાવળ સહિત સૌએ કનુભાઈ આચાર્યને અભિનંદન આપી અઢળક શુભેચ્છાઓ પાઠવેલ છે.
કનુભાઈ આચાર્યના પુસ્તકોમાંથી માર્ગદર્શન લઈ કેટલાક વિધાર્થીઓએ પી.એચ.ડી.કરેલ છે અને હજુ ઘણા વિધાર્થીઓ પી.એચ.ડી.કરી રહેલ છે.

Related posts

*યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર ગુજરાતના રાવળ સમાજ એ ધજા ચડાવી હતી*

Hello Morbi

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિલાલ નો આજનો પદયાત્ર લોક સંપક કાર્યક્રમ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં વરસાદી પરિસ્થિતિના કારણે ૩૦ ઓગસ્ટે યોજાનાર સંકલન બેઠક મોકૂફ*

editor

Leave a Comment