• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી કાલીકા પ્લોટમાં આવેલ ખંડેર મકાનમાંથી ઇંગ્લીંશ દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી*

મોરબી કાલીકા પ્લોટમાં આવેલ ખંડેર મકાનમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલો નંગ-૯૬ કિ.રૂ.
૫૬,૮૯૨/- નો મુદામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૨૩/૦૪/૨૦૨૫
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી
(IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ
શ્રી, એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય, જે અન્વયે પોલીસ
ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.શાખાના પો.સ.ઇ. શ્રી બી.ડી.ભટ્ટ., શ્રી
એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો મોરબી સીટી એ ડીવી પોસ્ટે
વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના HC શક્તિસિંહ ઝાલા, ભાવેશકુમાર મિયાત્રા તથા
PC ભગીરથસિંહ ઝાલાનાઓને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી કાલીકા પલોટમાં સાયન્ટીફીક
મેઇન રોડ ઉપર આઝાદ ચોકમાં એક બંધ મકાનમાં કોઇ અજાણ્યા ઇસમે વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા
રાખેલ છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ હોય જે હકીકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ
વિગતે મુદામાલ મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમ વિરુધ્ધ
પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ મુદામાલની વિગત –
૧) રોયલ ચેલેન્જર ફાઇન રીઝર્વ વ્હિસ્કી ૭૫૦ મીલીની કાચની કુલ બોટલો નંગ-૩૬ કિ.રૂ.૨૪૬૯૬/-
(૨) મેગ્ડોવેલ્સ નં-૧ ઓરીઝનલ વ્હિસ્કી ૭૫૦ મીલીની કાચની કુલ બોટલો નંગ-૩૬ કિ.રૂ.૨૦૧૯૬/-
૩) ડેનીમ ૩૦ ઓરેન્જ વોડકા ૭૫૦ મીલીની કાચની કુલ બોટલો નંગ-૨૪ કિ.રૂ. ૧૨૦૦૦ /- મળી કુલ કિ.રૂ. ૫૬૮૯૨/- નો મુદામાલ મળી આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ/ફર્લો સ્કોડ મોરબી તથા PSI શ્રી,બી.ડી.ભટ્ટ,શ્રી એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*HELLO MORBI:ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા નર્મદા યોજનાની કેનાલ પર 30 ઓગષ્ટે સવારે 9.00 કલાકે માલવણ પહોંચશે*

editor

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૨ મી જન્મજયંતિ બપોરે-સાંજે મહાપ્રસાદ સહીત સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં પહેલીવાર ભવ્ય મેગા સંગીત નો મહાસાગર શો યોજાશે*

editor

Leave a Comment