• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના સેવાભાવી સદગત મફતલાલ મોદીના સત્કાર્યોની ગૌરવયાત્રામાં નગરજનોની વિશેષ ઉપસ્થિત*

ડીસાના સેવાભાવી સદગત મફતલાલ મોદીના સત્કાર્યોની ગૌરવયાત્રામાં નગરજનોની વિશેષ ઉપસ્થિત
આ દુનિયામાં અસંખ્ય માણસો જન્મે છે અને મરે છે.કેટલાક માણસો પોતાનાં સર્વોત્તમ સત્કાર્યો થકી આગવી સુવાસ પ્રસરાવીને જાય છે.ડીસાના ખૂબ જ સેવાભાવી,વિવેકી, જાગૃત, ઉત્સાહી,ચક્ષુદાનના પ્રણેતા-પ્રચારક, શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક એવા મફતલાલ મોદીનું તાજેતરમાં જ નિધન થતાં ભરૂચ હોસ્પિટલમાં તેમનું દેહદાન કરવામાં આવ્યું હતું.
તેમની અંતિમ ઈચ્છા તેમજ નગરજનોની લાગણીને ધ્યાને લઇ તેમના પૌત્ર તપનભાઈ અને પરિવારજનોના માધ્યમથી મફતલાલના સત્કાર્યોનું દિવ્ય સ્મરણ કરવા એમના નિવાસસ્થાનથી આદર્શ હાઇસ્કુલ સુધી બેન્ડવાજા સાથે ગૌરવયાત્રાનું પ્રેરણાદાયી આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં નગરજનો અને પરિવારજનો જોડાયા હતા.
આદર્શ હાઇસ્કુલ ખાતે રાખવામાં આવેલ પ્રાર્થનાસભામાં ડીસાની વિવિધ સેવાભાવી સંસ્થાઓના સર્વ ડો.સી.કે.પટેલ, કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, લલિતભાઈ સોની, નટુભાઇ પટેલ,ડો.જગદીશભાઈ ઠક્કર , પ્રતાપભાઈ ઠક્કર, હસુમતીબેન સહાયતા,શીવરામભાઈ પ્રજાપતિ, ચંદુભાઈ એટીડી, રસિકભાઈ ચાંપાનેરી,જયંતિભાઈ ઓઢાવાળા,બળદેવભાઇ રાયકા,નાગરભાઈ પરમાર,હિતેશભાઈ અવસ્થી, બાબુભાઈ ચડોખીયા, આસુતોષભાઈ દવે,કૈલાસ ભાઈ ત્રિવેદી, ચિરાગભાઈ પંચાલ, રમેશભાઈ પટેલ,યશોધરભાઈ મોઢ સહિત વિવિધ મહાનુભાવોએ સદગત મફતલાલ મોદીના ગુણાનુવાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.એમના પરિવારના અંદાજે 21 જેટલા સભ્યોએ ચક્ષુદાનની જાહેરાત કરી હતી.સમગ્ર શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું સમયબધ્ધ સુચારૂ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.તપનભાઈ મોદીએ સૌ પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.

 

Related posts

*મોરબી પંથકના ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય આપવા રજૂઆત*

Hello Morbi

*જોડિયા તાલુકાના હડિયાણા કન્યા શાળા માં વિદ્યાર્થીનિઓ દ્વારા વેશભૂષા સાથે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

Hello Morbi

*મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રેમડીસીવિર ઇંજેક્શન ઉપલબ્ધ*

Hello Morbi

Leave a Comment