• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી કલેકટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે*

મોરબી કલેક્ટર કચેરી ખાતે ૧૧ માસ માટે કરાર આધારિત કાયદા સલાહકારની ૧ જગ્યા (૬૦,૦૦૦ ના માસિક ફિક્સ પગાર સાથે) ઊભી કરવામાં આવી છે. આ જગ્યા તારીખ ૦૧/૦૨/૨૦૨૫ થી વધુ ૧૧ માસ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જે જગ્યા ઉપર સરકારશ્રી દ્વારા ઠરાવેલ બોલીઓ અને શરતો મુજબ નિમણૂક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજદારની ઉંમર આ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ ૫૦ વર્ષથી વધુ હોવી જોઈશે નહીં. આ અંગેના અરજી પત્રકનો નમુનો લાયકાત તથા અનુભવ અંગે મહેસુલ વિભાગના ઠરાવથી નક્કી કરેલ પરિશિષ્ટ-૧, પરિશિષ્ટ-૨ તથા પરિશિષ્ટ-૩ મોરબી કલેક્ટર કચેરીની વેબસાઈટ https://morbi.gujarat.gov.in તથા https://morbi.nic.in પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે. રૂબરૂ મુલાકાત અને અનુભવના આધારે તૈયાર કરેલ પસંદગી યાદી મુજબના ઉમેદવારોએ ભાષા સજ્જતા અંગેનું ઠરાવમાં દર્શાવેલ પરિશિષ્ટ-૩ (૧) ડી ની જોગવાઈ મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
અરજદારે સંપૂર્ણ વિગતે ભરેલી અરજી સાથે લાયકાત તથા અનુભવના આધારોની પ્રમાણિત નકલો ઉપરાંત ફી પેટે કલેકટરશ્રી મોરબીના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ (નોન રીફંડેબલ) રજૂ કરવાનો રહેશે. આ અરજી સીલબંધ કવરમાં કલેક્ટર કચેરી ,જિલ્લા સેવાસદન, શોભેશ્વર રોડ, મોરબી-૩૬૩૬૪૨ ની રજીસ્ટ્રી શાખામાં તારીખ ૩૧/૦૫/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦;કલાક સુધીમાં મળી જાય તે રીતે આર.પી.એ.ડી. અથવા રૂબરૂ મોકલી આપવાની રહેશે. અધુરી વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં.

સંબંધિત ઉમેદવારોને જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો અને નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે તેવું મોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની કચેરીની યાદીમાં જણાવ્યું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમાં આવતીકાલે શુક્રવારે યુરો સર્જનની રાહતદરે ઓપીડી*

editor

*વાંકાનેર બાઉન્ડ્રી નજીક બે પિસ્તોલ અને કારતુસ સાથે મધ્યપ્રદેશનો શખ્સ ને ઝડપી પાડતી મોરબી એસઓજીની ટીમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐑𝐓𝐎 મોરબી દ્વારા આજ રોજ લાલપર પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment