• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા પંચાયતમાં ભાડે લેવાતા વાહનમાં જબરું કૌભાંડ*  

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તક ભાડે લેવાતા વાહનમાં જબરું કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરી આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા છેલ્લા બે વર્ષથી ટેન્ડર પ્રક્રિયા વગર ખાનગી પેઢીને ખટાવવા ચાલતા ખેલને નિશાન ઉપર લીધો છે.

 

આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે અંજલી કન્સ્ટ્રક્શન નામની પેઢી પાસેથી હાલમાં 25 જેટલા વાહનો દર મહિને રૂપિયા 25 હજારના ભાડેથી લઈ રહી છે અને શરત મુજબ 2500 કિલોમીટર દર મહિને વાહન ચલાવવાની શરત છે. પરંતુ હકીકતમાં એક પણ વાહન 1500 કિલોમીટરથી વધારે ચાલતું નથી.

 

વધુમાં તેમને ઉમેર્યું હતું કે અંજલી કન્સ્ટ્રક્શન નામની પેઢીનું વાહન આજે કલાકો સુધીના ઇન્તજાર કરવા છતાં નિયત સ્થળે પહોંચ્યું ન હતું. આ ઉપરાંત અન્ય આરોગ્ય કેન્દ્રમાં રસી પહોંચાડવાની કામગીરી બાદ ભાડે રાખેલા વાહન નિયત સમય સુધી આરોગ્ય કેન્દ્રમાં હાજર રાખવાને બદલે છુમંતર થઈ જતા હોવાનું પણ ધ્યાને આવતા તમામ વાહનોની લોગબુક મંગાવી ચેક કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

 

આશ્ચર્યજનક બાબત તો એ છે કે, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અંજલી કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાકટ પૂરો થવા છતાં નવી ટેન્ડર પ્રક્રિયા કરવાને બદલે છેલ્લા બે વર્ષથી કિલોમીટર અને ભાડું બન્ને વધારી કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં દરમહિને લાખો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે એ કોને સાચવવા માટે થઇ રહ્યું છે? તેવા અવલો ઉઠાવી નવી ટેન્ડર પ્રક્રિયા કરવા કડક સૂચના આપવામાં આવી છે *અહેવાલ આરીફ દિવાન*

Related posts

*નીલકંઠ વિદ્યાલય માં ધો -10 બોર્ડ ની પરીક્ષા આપતા 450 વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ પ્રણાલી મુજબ કુમકુમ તિલક કરી,મીઠાઈ ખવડાવીને સફળતા માટે શુભેચ્છા આપવામાં આવી…*

Hello Morbi

*જામનગર ના ખિરી ગામ પાસે થી બાયોડીજલ નો જથો ઝડપાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒; અડધી રાતે 𝐈𝐂𝐔 કે ક્રિટિકલ કેરની જરૂર પડી?અમે સંભાળી લઈશું! આયુષ હોસ્પિટલ*

editor

Leave a Comment