• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં ડોક્ટર દિવસની ઉજવણી*

 

*PM SHRI હડીયાણા કન્યા શાળામાં ડોક્ટર દિવસની ઉજવણી*
જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની PM SHRI હડીયાણા કન્યા શાળામાં આજરોજ 1 જુલાઈના દિવસે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અનુસંધાને આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડીયાણાના મેડિકલ ઓફિસર ડોક્ટર જેની બી. કાનાણી તથા તેમનો મેડિકલ સ્ટાફ વગેરે PM SHRI હડીયાણા કન્યા શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમનું PM SHRI હડિયાણા કન્યા શાળા પરિવાર વતી શાળાના આચાર્ય અરવિંદ એન મકવાણા દ્વારા આજ રોજ સમગ્ર ભારતના ડોક્ટરોની સેવાઓ અને કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો અને ડોક્ટર જેની બી. કાનાણીને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ડોક્ટર જેની બી કાનાની દ્વારા આજે PM SHRI હડીયાણા કન્યા શાળાની વિદ્યાર્થીની બહેનોને આરોગ્ય લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ બાળકોને જંકફ્રુડ ન ખાવા તથા પૌષ્ટિક આહાર લેવા માટે આગ્રહ કર્યો હતો. ઉપરાંત આરોગ્યને લગતી ઘણી બધી સારી ટેવો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે પણ વિસ્તારપૂર્વક બાળકો સાથે ચર્ચા કરી હતી. આમ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે PM SHRI હડીયાણા કન્યા શાળામાં આજે ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.ચંપાબેન ત્રિભોવનભાઈ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:લોકોની સલામતી માટે સામખીયાળીથી માળીયા નેશનલ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ*

editor

*શ્રીલોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ ‌ સેમિનાર યોજાયો*

Hello Morbi

Leave a Comment