• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે.ના એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે.ના એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી.
તા.૦૮/૧૨/૨૦૨૩
શ્રી અશોક કુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ ગંભીર ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા શ્રી,એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને જરૂરી સુચના કરતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પો.સ.ઇ. શ્રી એન.એચ.ચુડાસમા તથા શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI જયવંતસિંહ ગોહીલ, HC પુથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૫/૨૦૨૩ એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૦(૨)બી, વિ.મુજબના ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી ભરતભાઇ રતીલાલભાઇ ચૌહાણ રહે.ધ્રાંગધ્રા, ડાભી સોસાયટી, સી.એન.જી.પંપ પાસે, મુળ રહે. રાજપર તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતા તેમના સબંધી મનોજભાઇ દરજીના ઘરે આવનાર હોવાની ચોકકસ હક્કિત મળતા પોલીસ ટીમ સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી ભરતભાઇ રતીલાલભાઇ ચૌહાણ (દરજી) ઉવ. ૬૨ ધંધો.દરજીકામ રહે,ધ્રાંગધ્રા, ડાભી સોસાયટી, સી.એન.જી.પંપ પાસે, મુળ રહે. રાજપર તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો મળી આવતા તેને હસ્તગત કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ/ ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: આયુષ હોસ્પિટલ માટે ગર્વનીઘડી:𝐍𝐀𝐁𝐇: નુ પ્રમાણપત્ર હાસિલ કર્યું*

editor

*મિત્રો તકલીફ ને તાકાત બનાવીએ તો કશું જ અશક્ય નથી*અહેવાલ અને તસ્વીર કોશીક કોટક પડધરી*

Hello Morbi

*HELLO MORBI: મૉરબી મા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ના તેજસ્વી વિધાથી નૉ સન્માન સમારોહ યોજાશે*

editor

Leave a Comment