• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મિલકતમાં પ્રવેશ અંગે: પ્રતિવાદીની તમામ અરજીઓ નામદાર કોર્ટમાં નામંજૂર કરાવતા એડવોકેટ નિકુંજભાઈ કોટક અને ટીમ*

મોરબી:તા ૧૨ મોરબી ના મ્યુ. હદ વિસ્તાર માં લખધીરવાસ મેઈનરોડ પર આવેલ લેખ નં-૧૭૮ તથા સીટી સર્વ ના વોર્ડ નં-૧, શીટ નં-૧૭૬ ના સીટી સર્વ નં-૧૪૦૦ વાળી મિલ્કત ના માલીક વાદી શ્રી બાબભાઈ ઉમરભાઈ જનાણી એ પ્રતિવાદી શ્રી પરેશભાઈ મોહનભાઈ કતીરા તથા મોરબી નગરપાલિકા સામે રેગ્યુલર દિવાની કેશ નં.૨૩૩/૨૦૨૧ થી દાવો દાખલ કરેલ. જેમા પ્રતિવાદી શ્રી પરેશભાઈ મોહનભાઈ કતીરા એ તે દાવા ના કામે આંક-૩૨ થી વચગાાળા નો મનાઈહુકમ મેળવવા અરજી કરેલ, જે પ્રતિવાદી એ પરત ખેંચી લીધેલ છે. અને આંક-૩૨ B થી પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરા એ ફરી મનાઈહુકમ મેળવવા અરજી કરેલ તે અરજી નામદાર કોર્ટ તરફથી રદ/નામંજુર કરવામાં આવેલ છે. અને રૂા.૫૦૦/- નો કોસ્ટ નો પણ હુકમ કરવામાં આવેલ છે. ત્યારબાદ પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરા એ આંક-૩૬ થી ફરી ઓ. – ૮ રૂલ-૬ મુજબ ની ૪૪ પાનાની અરજી કરેલ જે અરજી પણ નામદાર કોર્ટ તરફથી રદ/નામંજુર કરવા માં આવેલ અને રૂા.૩૫૦૦/- ની રકમ નો કોસ્ટ ભરવા નો હુકમ પણ કરવામાં આવેલ ત્યારબાદ ફરી પ્રતિવાદી પરેશભાઈ તરફ થી આંક -૩૮ થી પ્રતિદાવા માં સુધારો કરવાની અરજી કરવામાં આવેલ અને તે અરજી પણ નામદાર કોર્ટે રદ/નામંજર કરેલ છે. અને ત્યારબાદ ફરી પ્રતિવાદી પરેશભાઈ કતીરા તરફથી આંક -૪૩ થી વાદી નો દાવા રદ કરવા અરજી કરેલ પરંતુ તે અરજી પણ નામદાર કોર્ટે રદ/નામંજુર કરી રૂા. ૧૦૦૦/- ની રકમ નો કોસ્ટ ભરવા નો હુકમ કરેલ છે. અને છેલ્લે ફરી પ્રતિવાદી પરેશભાઈ કતીરા એ આંક-૪૬ થી વચગાળા ની રાહત મેળવવા વાદી ની મિલ્કત માં પ્રવેશ કરવા માટે ની અરજી કરેઈ જે પણ નામદાદ કોર્ટે રદ/નામંજુર કરી રૂા. ૧૦૦૦/- ની રકમની કોસ્ટ ભરવાનો હુકમ કરેલ છે. આમ પ્રતિવાદીની દરેક અરજી રદ/નામંજુર થયેલ જેમા પ્રતિવાદી સામે વાદી પક્ષ તરફથી વિધ્વાન વકીલ શ્રી નિકુંજ પુનમચંદભાઈ કોટક, હાર્દિક ગોસ્વામી, હીરેન ગોસ્વામી, વિશાલ પી. ચાવડા, અશોક દામાણી તથા કિશોર સુરેલા રોકાયેલ

Related posts

*મોરબી માં જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા હોદ્દેદારોની વરણી સાથે સેવાકીય કાર્ય કરી શકે તેવા સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં ધો.8 થી 12 ની વિદ્યાર્થીનીઓને વિશ્વન્યાય દિવસ નિમિત્તે નવયુગ સંકુલ વિરપર ખાતે સેલ્ફડિફેન્સ કાર્યક્રમ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:આ મકરસંક્રાંતી મેળવો સ્વાદ નો રસથાળ શ્રી ખોડીયાર રેસ્ટોરન્ટ ને સંગ*

editor

Leave a Comment