
મોરબી : તા ૧૨ મોરબીમાં ચાલતા લોક આંદોલનો દરમિયાન લોકોની વચ્ચે આવનાર અને કામોની ખાતરી આપનાર મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરીયાએ છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ જગ્યાએ સ્વખર્ચે મશીનો મંગાવી કામોમાં લગાડ્યા છે. તેવામાં તેઓ આજે લાતી પ્લોટના વેપારીઓને મળવા પહોંચ્યા હતા. અને રાત્રે બે વાગ્યે પણ કામ માટે ફોન કરવાની છૂટ આપી હતી અને કેવા ખાતર નહીં ગમે ત્યારે અજમાવી જોજો એવું પણ કહ્યું હતું
ઉધોગિક એરિયા લાતી પ્લોટની વણસેલી પરિસ્થિતિના કારણે થોડા દિવસ પહેલા જ વેપારીઓએ શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો.
જો કે ત્યારે ડેપ્યુટી કમિશનરે કાદવ- કિચડ વાળા રસ્તે ચાલી લાતી પ્લોટની બદતર હાલત નિહાળી કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. આ દરમિયાન આજે અજય લોરીયાએ લાતી પ્લોટના વેપારીઓની મુલાકાત લીધી હતી. અજય લોરીયાએ વેપારીઓને કહ્યું હતું કે કંઈ પણ નાનું – મોટું કામ હોય રાત્રે 2 વાગ્યે મને ફોન કરજો. હું આપના પ્રશ્નનું નિરાકરણ લાવીશ.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે મહાપાલિકા આવી છે તે બધા કામ કરવાની જ છે. આ બધા કામ ભાજપની સરકારમાં જ થવાના છે. એટલે કોઈ પક્ષ વિરોધી કે રાજકીય વાતો કરવાનો કોઈ જ અર્થ નથી. અંતમાં તેઓએ કહ્યું કે જ્યાં સુધી રોડ નહિ બને હું દર અઠવાડિયે અહીં આંટો મારવા આવિશ તેવુ વિશેષમાં ચેરમેન લોરીયાએ જણાવ્યું હતું
