• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રાવણ માસમાં જલારામ મંદિર ડીસા ખાતે ગૌભાગવતકથાનું આયોજન*

શ્રાવણ માસમાં જલારામ મંદિર ડીસા ખાતે ગૌભાગવતકથાનું આયોજન
ડીસા નગરમાં જલારામ મંદિર ડીસા દ્રારા સનાતન જાગૃતિ ઉપરાંત અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ નિરંતર થાય છે.જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા તારીખ 26-7-2018 ગુરૂવારથી શરૂ કરવામાં આવેલ પૂજ્ય જલારામ બાપાનાં ભજન નિયમિત રીતે દર ગુરૂવારે સરસ રીતે ચાલી રહેલ છે જેને સાત વર્ષ પૂર્ણ થનાર છે.
હિંદુઓ માટે અતિ પવિત્ર એવો શ્રાવણ માસ શરૂ થઈ રહેલ છે.ગૌસેવાનું કાર્ય સારૂં ચાલી રહેલ છે.ટેટોડા ખાતે અંદાજે છ કરોડના ખર્ચે જલીયાણ ગૌમાતા હોસ્પિટલનું નિર્માણ જોરશોરથી ચાલી રહેલ છે જેનું ઉદ્દઘાટન તારીખ 14-1-2026 ના રોજ અનેક સંતો મહંતોની પાવન ઉપસ્થિતિમાં થનાર છે.
ગૌમાતાઓનું હિત, જલારામ ગૌ સત્સંગ મંડળનો આઠમા વર્ષમાં પ્રવેશ તેમજ શ્રાવણ માસ એમ બધી જ બાબતોને કેન્દ્રમાં રાખી તારીખ 31-7-2025 ગુરૂવારથી તારીખ 6-8-2025 બુધવાર સુધી પ્રખર ગાયત્રી ઉપાસક રાજકોટ નિવાસી પૂજ્ય પ્રફુલ્લાબેન ઠક્કરના વ્યાસાસને શ્રીમદ્ ગૌભાગવતકથાનું રોજ રાત્રે‌ 8=30 થી 11=30 દરમિયાન આયોજન કરવામાં આવેલ છે.આ માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગયેલ છે.મુખ્ય યજમાન, દૈનિક યજમાનો,પોથી યજમાનો, દાતાઓની યાદી પણ તૈયાર થઈ રહેલ છે.ખૂબ જ ધાર્મિક એવા શ્રાવણ માસમાં દાનનો આગવો મહિમા હોઈ અનેક દાતાઓ ગૌરક્ષા હેતુ દાન આપવા થનગની રહ્યા છે.કથાના પ્રથમ દિવસે ગુરૂવારે રાત્રે 8=00 વાગે જલારામ મંદિરથી જલારામ સત્સંગ હોલ સુધી પૂજ્ય જલારામ બાપા તેમજ પૂજ્ય ગૌમાતાની મૂર્તિઓ સાથે વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય શોભાયાત્રા રાખવામાં આવેલ છે.વિશેષ માહિતી હેતુ ભગવાનભાઈ બંધુ ડીસા મોબાઈલ નંબર 9825638643 નો સંપર્ક કરવાનો રહેશે.

Related posts

*HELLO MORBI:ધ્રોલ વકિયા:શ્રી બી, એમ,પટેલ શાળા તથા શાળા પરિવાર તરફથી દિલ્હી પરેડમાં પસંદગી પામવા બદલ જરૂ ધ્રુવને ખૂબ ખૂબ અભિનંદન*

Hello Morbi

*HELLO MORBI:(નૈમિષ સેજપાલ દ્વારા) આગામી દિવસો માં ગુજરાત માં પધારતા ધીરેન્દ્ર શાસ્ત્રી જી નો વિરોધીઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને વખોડી કાઢતાં હળવદ ના યુવા નેતા તપન દવે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હડિયાણા: જોડીયા ના હડીયાણા ગામના નવનિયુક્ત સરપંચ ઉપસરપંચે હોદાનો પદ ભાર સંભાળ્યો*

editor

Leave a Comment