• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે વિકસિતભારત સંકલ્પ યાત્રા રથનું આગમન; ઉત્સાહભેર આવકાર*

રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લખધીરગઢના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.

આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિશાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. આંગણવાડીના ભૂલકાઓ દ્વારા વિશેષ નાટક રજૂ કરવામાં આવ્યું હતું
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશ રાણીપા, ગામના સરપંચશ્રી ધર્મિષ્ઠાબેન, અગ્રણી સર્વશ્રી કિરીટભાઈ અંદરપા, દિનેશભાઈ વાધળીયા, સંજયભાઈ ભાગ્યા, રૂપસિંહ ઝાલા, હસમુખભાઈ દુબરિયા, જયશ્રીબેન સીણોચિયા, પંકજભાઈ સખાપરા, પ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*મોરબી જિલ્લા કલેકટર ફાયર બ્રિગેડ માટેના સુચનો કરવા રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

*મોરબીના બાળકો શિવ રાજપરા અને વિયોમ કુંડારિયા એ શ્રી રામ જન્મભૂમિ તીર્થ યાત્રા ક્ષેત્રે નિધિ અર્પણ કરી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *બ્રહ્માકુમારીઝ આબુરોડ ખાતે સમાજ અને દેશમાં શાંતિ,એકતા અને વિશ્ર્વાસનું દિવ્ય વાતાવરણ પેદા કરવા પત્રકારોની પ્રેરણાદાયી કોન્ફરન્સ*

editor

Leave a Comment