• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પોરબંદર જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ*

પોરબંદર જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ..
પ્રદેશઅધ્યક્ષ,ઉપાધ્યક્ષ,આઈ ટી સેલ ની હાજરી..
પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે જીતેશભાઇ ચૌહાણ ના આયોજન થી સૌરાષ્ટ્ર ના પ્રવાસ મુજબ પોરબંદર જીલ્લા ના સંગઠન ની પત્રકારોની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા,ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની,આઇ ટી સેલના શ્રી નીતિન ઘેલાણી ની ઉપસ્થિતિ માં યોજાયેલ મિટિંગમાં ખાસ વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ જેવા માર્ગદર્શક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગમાં પ્રદેશ તરફથી તાલુકા પ્રવાસ,કારોબારી,સભ્ય નોંધણી તેમજ નજીકના સમયમાં યોજાનાર જિલ્લા અધિવેશન નું આમંત્રણ તેમજ જિલ્લા કારોબારી સહિત સંગઠન રચના સાથે અધિવેશન અંગે પણ માર્ગદર્શન કર્યું હતું.
આ મિટિંગમાં ખાસ હિતેશ ઠક્કર,અલ્પેશ મોઢા,મયારામ દુધરેજીયા, દિલીપ જોશી,ઋષિ થાનકી,અનિલભાઈ,ભાવેશ કોટેચા, કિશન ચૌહાણ,વિપુલ ઠક્કર સહિત પત્રકારો ઉપસ્થિત રહી,સંપૂર્ણ સહયોગ કર્યો હતો..
મિટિંગના અંતે જિલ્લા અધ્યક્ષ શ્રી જીતેશ ચૌહાણે આભારવિધિ કરી હતી..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અમૃત મહોત્સવ નિમિત્તે ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*જોડીયા ની મુલાકાતે મંત્રી આર સી ફળદુ*

Hello Morbi

Leave a Comment