• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મોરબીમાં આગામી શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે*

મોરબી : તા ૧૮ મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જનતા માટે છેલ્લા ઘણા વર્ષોથી આશીર્વાદરૂપ બનેલા કેન્સર નિદાન કેમ્પનું આગામી સમયમાં આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી. સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા ૧૯૮મો કેન્સર નિદાન કેમ્પ યોજાશે.
મુંબઈના રહેવાસી રેણુબેન કિશોરભાઈ શેઠના આર્થિક સહયોગથી યોજાનારા આ કેમ્પમાં મુંબઈના જાણીતા કેન્સર નિષ્ણાત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) પોતાની સેવાઓ આપશે. આ કેમ્પમાં કેન્સરના દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
કેમ્પનો સમય અને સ્થળ:
તારીખ અને સમય:
21/03/2026, શનિવાર – સાંજે 04:00 થી 07:00 22/03/2026, રવિવાર – સવારે 09:00 થી 12:00
સ્થળ: શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ, મોરબી.
નોંધણી કરાવવી ફરજિયાત:
આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ સંસ્થાના મેનેજર અથવા મેડિકલ ઓફિસર ડો. મયુરભાઈ વોરા (મો. 95370 99219) પાસે અગાઉથી નામ નોંધાવી લેવાનું રહેશે. તપાસ માટે આવતી વખતે દર્દીઓએ પોતાના જૂના કેસ પેપર્સ સાથે લાવવા માટે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદરાય શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

*શહેરીજનોને માળખાકીય સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છેમોરબી ખાતે ગુડ ગવર્નન્સ અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ* *આયોજિત સુશાસન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*મોરબી કલેક્ટર તરીકે પદભાર સંભાળતા જી.ટી. પંડ્યામોરબી જેવા ઇન્ડસ્ટ્રીયલ હબને અનુભવ કામે લગાડીપ્રશ્નોના નિરાકરણ લાવવાનો સક્રિય પ્રયાસ રહેશેનવનિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા*

Hello Morbi

GST increase for phones from 12% to 18% will crumble the industry: Xiaomi India MD

Admin

Leave a Comment