• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી જન્મદીન ની પ્રેરક ઉજવણી કરાઇ*

*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નગરપાલીકા ના પૂર્વ ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી તથા લોહાણા સમાજ અગ્રણી અનીલભાઈ ગોવાણી.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકા ના પૂર્વ ચેરમેન, શ્રી જલારામ સેવા મંડળ ના ઉપપ્રમુખ, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી ના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી ના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર ના સંચાલક લોહાણા સમાજ અગ્રણી અનીલભાઈ ગોવાણી દ્વારા તેમના જન્મદીન ની ઉજવણી સદાવ્રત માં મહાપ્રસાદ યોજી કરવામાં આવી હતી. પ્રવર્તમાન સમય માં લોકો પોતાના જન્મદીન તથા શુભ પ્રસંગો ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના અગ્રણીઓએ સદાવ્રત માં સહયોગ અર્પણ કરી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે.
તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હરીશભાઈ રાજા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર, પ્રતાપભાઈ ચગ, નિર્મલભાઈ જારીયા (પ્રમુખશ્રી-મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો), સોનલબેન વસાણી (પ્રમુખ-રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચો), નૈમિષભાઈ પંડિત, સી.ડી.રામાવત, અનોપસિંહ જાડેજા, નેવિલભાઈ પંડિત, ચંદ્રવદનભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનીલભાઈ ચંડીભમર, નરેન્દ્રભાઈ પાઉ,,સુનીલભાઈ પુજારા, અનિલભાઈ સોમૈયા, સંજયભાઈ હીરાણી, કીશોરભાઈ ઘેલાણી, અમિતભાઈ પોપટ, જયંતભાઈ રાઘુરા, નરશીભાઈ રાઠોડ, મનિષભાઈ પટેલ, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*HELLO MORBI:સોખડા ગામ પાસે આવેલ ફાસ્ટન લેમીનેટ કારખાનામાં ટેંકરમાંથી કેમીકલ ચોરી કરતા બે ઇસમોને કુલ કી.રૂ.૪૧,૭૦,૨૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી કાઇમ બ્રાંચ મોરબી*

editor

*ટંકારા છાપરી ખાતે યુવાનોએ અકસ્માતથી બચાવવા માટે ખુદ ના પૈસા મોટા બમ્પર વાઈટ કલર કર્યો*

Hello Morbi

*HELLO MORBIમોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર*

editor

Leave a Comment