• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશ ધમસાણીયા જિલ્લા કક્ષાએ “”શ્રેષ્ઠ શિક્ષક”” તરીકે સન્માનિત*

નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશ ધમસાણીયા જિલ્લા કક્ષાએ “”શ્રેષ્ઠ શિક્ષક”” તરીકે સન્માનિત

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમને ગઈ કાલે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી – જામનગર દ્વારા આયોજિત શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ ૨૦૨૫ માં માનનીય કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ના હસ્તે શ્રી જી. ડી. હાઇસ્કૂલ જામનગર ખાતે તેમને સાલ, પ્રમાણપત્ર, 15000 રૂ. રોકડ ચેક ઇનામ રાશિ તરીકે આપી સન્માનિત કરાયા. ભવિષ્યમાં રાજ્ય કક્ષા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ પ્રાપ્ત કરે એવી શુભકામના પાઠવી હતી. તેઓ શાળા માં વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી અને માર્ગદર્શન આપી ને બાળકો ને આ પરીક્ષા થકી શિષ્યવૃત્તિ અપાવી બાળકો ને ઉચ્ચ અભ્યાસ કરી શકે એ માટે ના પ્રયત્નો હાથ ધરે છે. રમેશભાઈ ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે એમને અગાઉ કરેલ સંશોધન બદલ તેઓ ને રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક , તાલુકા શ્રેષ્ઠ પારિતોષિક, ગુરુ ગૌરવ એવૉર્ડ જેવા અનેક એવોર્ડ મેળવી ચુક્યા છે. તેઓ રાજ્ય કક્ષા એ અને જિલ્લા કક્ષા એ ગણિત વિષય ના રિસોસ પર્સન અને તાલીમ મોડ્યુલ નિર્માણ માં એમની ભૂમિકા અદા કરી રહ્યા છે. જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે એમની આ સિદ્ધિ બદલ સમગ્ર એસ.એમ.સી. અધ્યક્ષ , શાળા પરિવાર, શાળા ના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા અને સહશિક્ષકગણ તેમજ સી.આર.સી, બી.આર.સી, ટી.પી.ઈ.ઓશ્રી, ડી.પી.ઈ.ઓશ્રી, સૌએ અભિનંદન આપી ઉતરોત્તર પ્રગતિ કરતાં રહેવાની શુભકામનાઓ પાઠવી હતી.

 

Related posts

*HELLO MORBI:હળવદ સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત એકી સાથે બે નસબંધીનું ઓપરેશન કરતા ડો. ભૂમિ જાકાસણીયા*

editor

*જામનગર જિલ્લા કલેટરશ્રી એ મતદાન કર્યું*

Hello Morbi

*HELLO MORBI:સિરામિક ઉદ્યોગમા વપરાતા ગેસમા ઇમ્પોર્ટ ડ્યુટી માં તોતિંગ વધારો ઝીંકી દેતા દાઝ્યા પર ડામજેવી મોરબી સિરામિક ઉદ્યોગની સ્થિતિ*

editor

Leave a Comment