• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા રામવાડી ખાતે હનુમાન જયંતિ ની ભજન ભોજન અને યજ્ઞ ના ત્રિવેણી સંગમથીઉજવણી કરાઇ*

(*લલીત નિમાવત દ્વારા*) જોડિયાધામ : જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ શ્રી ઉદાસીન સંત કુટિર ” રામવાડી ” ની પાવન તપોભૂમિમાં શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ તૅમજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી તથા રામવાડીના બ્રહ્મલિન મહંતશ્રી ભોલેદાસજીબાપુની તપોભૂમિમાં તા, ૨૩ મીના મંગળવારના રોજ શ્રી હનુમાન જ્યંતીના પાવન પર્વે સવારે ૭ : ૦૦ થી ૮ : ૩૦ શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું મત્રોચાર સાથે શાસ્ત્રીશ્રી ઉદયભાઈ શાસ્ત્રીજી તથા પૂજારીશ્રી શનિભાઈ વ્યાસ તથા બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજન અર્ચનવિધી શ્રી હિરેનભાઈ વડેરા ( વડેરા પરિવાર ) દ્વારા કરવામાં આવેલ હતુ તૅમજ ધજાવિધી કરવામાં આવેલ હતી આ ઉપરાંત સવારે ૯ : ૦૦ થી ૧૨ : ૦૦ હોમાત્મક યજ્ઞ યોજાયેલ જેમાં સુંદરકાંડની પ્રત્યેક ચોપાઈ દ્વારા સૌ સાધક ભાઈઓ, બહેનોએં આહુતિ આપેલ હતી ત્યારબાદ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે ઢોલ, નગારા, શખો અને ઝાલરના નાદથી દીપમાળા સાથે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની ” મહાઆરતી ” કરવામાં આવેલ હતી તૅમજ સવારે ૮ થી ૧૨ દરમ્યાન બાળકોનું બટુકભોજન યોજાયેલ હતુ શ્રી હનુમાન જ્યંતીના પાવન પર્વે નીજ મંદિરમાં અનોખા શણગાર દર્શન કરવામાં આવેલ હતા વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તજનોએં મહાઆરતીના, યજ્ઞ ના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવેલ હતી

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ૧૯૯૦ તથા ૧૯૯૨ માં અયોધ્યા મુકામે કારસેવા કરનાર કારસેવકો નો સન્માન સમારોહ યોજાશે.*

editor

*HELLO MORBI NEWS:ટંકારા નિકુંજ ગોધાણી ની આજે જન્મ દિવસ: શુભેરછા અભિનંદનની વર્ષા*

editor

*લોક ડાઉન મામલે શું કહું સી એમ વિજયભાઈ રૂપાણી એ જાણો*

Hello Morbi

Leave a Comment