• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના સિનિયર પત્રકાર વિનોદભાઈ બાંડીવાલાનુ શુભેચ્છક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું સન્માન*

ડીસાના સિનિયર પત્રકાર વિનોદભાઈ બાંડીવાલાનુ શુભેચ્છક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું સન્માન
ડીસા અને બનાસકાંઠામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં અનેક પત્રકારો કાર્યરત છે.તારીખ 20-1-1950 ના રોજ જન્મેલા ડીસાના સિનિયર પત્રકાર વિનોદભાઈ કાળીદાસ બાંડીવાલા(મોદી) નું 75 વર્ષના તેમના અમૃત મહોત્સવ અનુસંધાને શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે શુભેચ્છક ગ્રુપ તેમજ પેન્શનર્સ એસોસિએશન ડીસાના સર્વ કનુભાઈ આચાર્ય,નાગરભાઈ પરમાર, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, ભગવાનભાઈ બંધુ, ચંદુભાઈ એટીડી, બળદેવભાઇ રાયકા, મહેશભાઈ મનવર, નટુભાઇ હેરૂવાલા, કરસનભાઈ પ્રજાપતિ સહિત સૌ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી તેમનું સન્માન કર્યું હતું.
વિનોદભાઈ બાંડીવાલા છેલ્લા 50 વર્ષથી પત્રકાર જગતમાં છે.1994 થી 2011 એટલે કે 17 વર્ષ સુધી સરકાર માન્ય “મેરા જંગ” સાપ્તાહિકના તંત્રી રહ્યા હતા.40 વર્ષ સુધી જનસતા દૈનિક સાથે જોડાયેલા હતા.ગુજરાત સમાચાર, સંદેશ, રખેવાળ, ફૂલછાબ, સમકાલીન, પાલનપુર સમાચાર સહિત વિવિધ અખબારો માટે તેમણે રિપોર્ટર તરીકે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે.
ભૂતકાળમાં વિવિધ સંસ્થાઓ તેમજ મોદી સમાજ દ્વારા તેમનું સન્માન થયેલ છે.ડીસા નગર તેમજ તાલુકાના પોઝીટીવ ન્યૂઝ માટે એમનું પ્રેરણાદાયી યોગદાન રહ્યું છે.શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા તેમનું સન્માન કરી નિરામય દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વિનોદભાઈ બાંડીવાલાએ પણ સન્માન બદલ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*HELLO MORBI:*ટંકારા માં ડૉ. આંબેડકર નાં ગુરુ મહાત્મા જ્યોતિરાવ 197 મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ.*

editor

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, અમદાવાદ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *“ચૂંટણીનો પર્વ એટલે અમારા અધિકારનો પર્વ”*                                                -મતદારો જિલ્લામાં તમામ મતદાન મથકો પર લાઈનો, મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ  

Hello Morbi

Leave a Comment