• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં છુટા પથ્થરોના ઘા મારી ખુનના ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં હસ્તગત કરતી ક્રાઇમ બ્રાંચ મોરબી/હળવદ પોલીસ*

હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં છુટા પથ્થરોના ઘા મારી ખુનના ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં હસ્તગત કરતી ક્રાઇમ બ્રાંચ મોરબી/હળવદ પોલીસ.
તા.૩૧/૦૮/૨૦૨૩
ગઇ કાલ તા.૩૦/૦૮/૨૦૨૩ ના રોજ રાતના કલાક ૨૦/૦૦ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં ખુનનો ગુનો બનવા પામેલ જેના ફરીયાદી શ્રી નાનકાભાઇ દેવલાભાઇ ચૌહાણ ઉ.વ. ૨૦ રહે. ચાનપુર તા.ચાનપુર જી.અલીરાજપુર (એમ.પી.) વાળાએ હળવદ પો.સ્ટે. આવી પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતાનુ મોટર સાયકલ આરોપી છીતુભાઇના મોટર સાયકલ સાથે અથડાયેલ હોય જેની નુકશાનીના રૂપીયા-૫૦૦/- આરોપીઓએ ફરીયાદી પાસે માંગેલ જે રૂપીયા ફરીયાદીએ નહી આપતા તેનુ મનદુખ રાખી ફરીયાદીની ગેરહાજરીમાં તેના પત્ની કાંતાબેન તથા ફરી.ના પીતા દેવલાભાઇ સાથે આરોપીઓ ભીખલીયાભાઇ કીકરીયા તથા ચંદુભાઇ જુબટીયાભાઇ તથા છીતુભાઇ જુબટીયાભાઇ નાઓએ સાહેદ કાંતાબેન તથા દેવલાભાઇ સાથે બોલાચાલી ઝઘડો કરી આરોપીઓએ છુટા પથ્થરોના ઘા કરી ફરી.ના પત્ની સાહેદ કાંતાબેનને જમણા પગે ઇજા કરી તેમજ ફરી.ના પિતા દેવલાભાઇને મોઢા, કપાળ, તથા પીઠના ભાગે છુટા પથ્થરો મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી એકબીજાને ગુનામાં મદદગારી કરી ગુનો કરી નાશી ગયેલ હોય જે બાબતે મરણજનારના દિકરા નાનકાભાઇ દેવલાભાઇ ચૌહાણએ આજરોજ તા.૩૧/૦૮/૨૦૨૩ નારોજ હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૧૨૩૦૫૭૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૦૨,૩૩૭,૧૧૪ મુજબનો ગુનો તા.૩૧/૦૮/૨૦૨૩ ના કલાક-૧૦/૦૦ વાગ્યે રજી. કરાવતા આગળની તપાસ હળવદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી કે.એમ.છાસીયાનાઓએ સંભાળેલ છે.
આ કામે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા બાબતે શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠીનાઓને સુચના આપતા તેઓશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર શ્રી, ડી.એમ.ઢોલ, શ્રી કે.એમ.છાસીયા હળવદ પો.સ્ટે. તથા પો.સબ.ઇન્સ.શ્રી, કે.એચ.ભોચીયા, શ્રી.એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. (પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ સ્ટાફ તથા હળવદ પો.સ્ટે. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં બનાવમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક હસ્તગત કરવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ
દરમ્યાન ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી ભીખલીયાભાઇ લગસીંહ કીકરીયા ઉં.વ. ૩૦ રહે. ચોકી તા.ચાનપુર જી.અલીરાજપુર (એમ.પી.) વાળો ઘુટ્ટુ ગામની સીમમાં હોવાની મોરબી એલ.સી.બી.ના સ્ટાફના માણસોને હ્યુમન સોર્સીસ તથા ટેકનીક માધ્યમ મારફતે હકિકત મળતા આરોપી હસ્તગત કરેલ તેમજ સહ આરોપીઓ ચંદુભાઇ જુબટીયાભાઇ ધાનુક તથા છીતુભાઇ જુબટીયાભાઇ ધાનુક રહે. બન્ને ડુંગરગામ જાંબલી ફળીયુ તા.ચાનપુર જી.અલીરાજપુર(એમ.પી.) વાળાઓને હળવદ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ગણતરીના કલાકોમાં હસ્તગત કરી અટક કરવાની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આમ મોટર સાયકલ અથડાયેલ જેની નુકશાનીના રૂપીયા બાબતે બોલાચાલી કરી પથ્થરોના છુટા ઘા મારી ખુનના ગુનાને અંજામ આપનાર ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં હસ્તગત કરવામાં મોરબી એલ.સી.બી./હળવદ પોલીસને સફળતા મળેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી સિરામિકએશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બોપલીયા એ નર્મદા બાલઘરની મુલાકાત લીધી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા ન𝐭ગરમાં 𝟑𝟗𝟒 મા ગુરૂવારે કાંતિલાલ શીવાભાઈ નાઈ પરિવારના નિવાસસ્થાને ભજનની જામી રમઝટ*

editor

*HELLO MORBI: ઈમરજન્સી રેસક્યુ વાન સાથે આકસ્મિક સંજોગોનેપહોંચી વળવા માટે મોરબી ફાયરની ટીમ મજબુત*

editor

Leave a Comment