• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો*

*મોરબી જિલ્લામાં હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો*

*મોરબી જિલ્લામાં મગફળીનું અંદાજિત વાવેતર ૭૨ હજાર હેક્ટર વિસ્તાર, મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.૧૪૫૦ રહેશે; હેક્ટરદીઠ વધુમાં વધુ ૧૨૫ મણ જથ્થાની ખરીદી કરાશે*

*જિલ્લામાં અંદાજિત ૨૬ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે; વેચાણ કેન્દ્રો ખાતે સીસીટીવી, pos મશીન વજન કાંટો, ગ્રેડર મોઈશ્ચર મશીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ; ખેડૂતો માટે પીવાના પાણીની બેસવાની પાર્કિંગની વ્યવસ્થાઓ*

*મોરબી, ૦૯ નવેમ્બર*
સરકાર દ્વારા મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબીમાં મોરબી અને હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ.૧૪૫૦ પ્રતિ કિલોગ્રામ ના ભાવે ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને હેક્ટરદીઠ વધુમાં વધુ ૧૨૫ મણ જથ્થાની ખરીદી કરાશે.
ખેડૂતોને પોતાની મગફળી કેન્દ્રો પર લાવવા એક દિવસ અગાઉ SMS દ્વારા જાણ કરવામાં આવશે. દરેક ખેડૂતોને વિનંતી કે પોતાનો જથ્થો સાફ કરીને લાવે જેથી વેચાણ કેન્દ્ર ખાતે ગુણવત્તા માટેની વ્યવસ્થા જળવાઈ રહે. ઉપરાંત મગફળી સુકવીને લાવવી જેથી મગફળી સરકારના ધારા ધોરણ મુજબ આવે.

જિલ્લામાં મગફળીનું અંદાજિત વાવેતર ૭૨ હજાર હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. જેમાંથી અંદાજિત ૨૬ હજાર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવેલ છે.

ટેકાના ભાવે મગફળી વેચવા ઉભા કરવામાં આવેલા જિલ્લાના વેચાણ કેન્દ્રો ખાતે સીસીટીવી, pos મશીન વજન કાંટો, ગ્રેડર મોઈશ્ચર મશીન સહિતની સુવિધાઓ અને ખેડૂતો માટે પીવાના પાણીની બેસવાની પાર્કિંગની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તેઓ મોરબી જિલ્લા ખેતીવાડી કચેરીની યાદીમાં જણાવ્યું છે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંહ દેથા તેમજ ખર્ચ નિરીક્ષકશ્રી માધવચંદ્ર મિશ્રા*

editor

*ઉના ખાતે સોરઠીયા ઘાંચી મુસ્લીમ સમાજ દ્વારા ૭ નું સમૂહ લગ્ન યોજવામાં આવ્યો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકનેર તાલુકાના વિસ્તાર માંથી ચોરી કરેલ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી પાડી વાંકાનેર તાલુક પોલીસ*

editor

Leave a Comment