• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

જામ ખંભાળિયા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત ખંભાળિયા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અહીંના ડીવાયએસપી નીલમબેન ગોસ્વામીના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો.

આ વન મહોત્સવમાં નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ રીઝર્વ પોલીસ સબ ઈન્સપેક્ટર આશાબેન વદર અને શીતલબા પરમાર સહિત પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તુલસી, પીપળો અને વડ સહિતના વિવિધ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વૃક્ષ ઝડપથી મોટું થાય તે માટે અંદાજીત 40 જેટલા વડની તાજી પાંગરેલી ડાળીઓ પણ વાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીવાયએસપી ગોસ્વામીએ સિંગલ યુઝ પ્લાસ્ટીક પર્યાવરણને નુકસાનકર્તા છે તે અંગે સમજણ આપી ઉપસ્થિતોને સિંગલ યુઝ પ્લાસ્ટીકની પર્યાવરણ પર હાનિકારક અસર વિશે માહિતગાર કર્યા હતા. વધુમાં તેમણે વૃક્ષોએ આવનાર પેઢીના તંદુરસ્ત જીવન માટે આશીર્વાદરૂપ છે, તેમ પણ જણાવ્યું હતું.

Related posts

*HELLO MORBI: મોરબી OSEM CBSE સ્કુલ ના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ ને ટેકનિકલ એક્ઝામીનેશન બોર્ડ, ગુજરાત રાજ્ય ના ચેરમેન નાં હસ્તે બેસ્ટ પ્રિન્સિપાલ નો એવોર્ડ એનાયત કરાયો.*

editor

*ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય ને શ્રી રામધામ ખાતે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞ નુ રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીત ના અગ્રણીઓ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હૂત મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે થયું*

editor

Leave a Comment