• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

કાશ્મીરમાં મોટા હત્યાકાંડ કરવાનું ખતરનાક ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન, કુર્દીશ મીડિયાના રિપોર્ટમાં થયો ખુલાસો

આર્મેનિયાના નાગોર્નો-કારાબાખમાં કત્લેઆમ મચાવ્યા બાદ તુર્કી અને તેનું ગુલામ બની ચુકેલું પાકિસ્તાન હવે કાશ્મીરમાં આ હત્યાકાંડને દોહરાવવાનું ખતરનાક ષડયંત્ર રચી રહ્યા છે. તુર્કીએ સીરિયન નેશનલ આર્મીના ખુંખાર આતંકવાદીઓને એકત્ર કર્યા છે. તેમને ઉત્તર સીરિયાના વિસ્તારોમાં ટ્રેનિંગ અપાઇ રહી છે. આ જેહાદી આતંકી હવે તુર્કીના આંતરરાષ્ટ્રીય સ્તરે ભાડાના સિપાહી બની ગયા છે. ગ્રીસના પત્રકાર બાદ હવે કુર્દીશ મીડિયાના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે લીબિયા, અજરબૈજાન, આર્મીનિયા, યમન અને દક્ષિણ કુર્દિસ્તાનમાં ખૂની ખેલ ખેલી ચુકેલા આ આતંકવાદી હવે તુર્કીની રહેમનજર હેઠળ પાકિસ્તાનની મદદ કરવા જઇ રહ્યા છે.

કુર્દીશ મીડિયા પ્રમાણે તુર્કીએ આ આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલવાની તૈયારી કરી છે. કે જેથી ભારતીય સૈનિકો સામે યુદ્ધ લડી શકાય. કુર્દીશ મીડિયા વેબસાઇટ ANF ન્યૂઝ મુજબ નાગોર્નો-કારાબાખ તુર્કીના વિસ્તારનું લક્ષ્ય હતુ. જ્યારે કે જ્મ્મુ-કાશ્મીરમાં ઇસ્લામીક શાસનની સ્થાપના ખલીફા બનવાની ચાહત રાખનારા તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ અર્દોગનની મંશા છે. સીરિયન નેશનલ આર્મીના સુલેમાન શાહ બ્રિગેડના કમાન્ડર મુહમ્મદ અબૂ અમશાએ પાંચ દિવસે પહેલા જ સીરિયામાં એલાન કર્યુ હતુ કે તુર્કી ઇચ્છે છે કે મિલિશિયાને કાશ્મીર મોકલવામાં આવે. કાશ્મીર જવા ઇચ્છતા આતંકવાદીઓને તુર્કી તરફથી બે હજાર ડોલર આપવામાં આવશે.

Related posts

*HELLO MORBI:મોરબીના રંગપર ગામની સીમ, વાટેરો સિરામીક પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*ટંકારા પંથક માં થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૂની મહેફિલ કરનાર પર રહેશે ટંકારા પોલીસ ની બાજ નજર*

Hello Morbi

શાળા કોલેજ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારે પાછો ખેચિયો હવે 23 નવેમ્બરે નહિ ખુલે સ્કૂલ

Hello Morbi

Leave a Comment