• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂત મિત્રો જોગ સાવચેતીનો સંદેશ; પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની માર્ગદર્શિકા*

*મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂત મિત્રો જોગ સાવચેતીનો સંદેશ; પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની માર્ગદર્શિકા*

*તા. ૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા: ખેત પેદાશોને સલામત સ્થળે ખસેડવા અને તાડપત્રીથી ઢાંકવા ખેતીવાડી વિભાગની સૂચના*

*મોરબી, તા. ૧૬ માર્ચ,*

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી તા. ૧૮/૦૩/૨૦૨૬ થી તા. ૨૧/૦૩/૨૦૨૬ દરમિયાન મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ સંભવિત માવઠાને કારણે ખેતી પાકોમાં નુકસાન ન થાય તે હેતુથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો, વેપારીઓ અને એ.પી.એમ.સી.ને અગમચેતીના પગલાં લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

ખેડૂત મિત્રોએ ખેતરમાં કાપણી કરેલા પાક અથવા ખુલ્લામાં રાખેલી જણસને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવી અથવા પ્લાસ્ટિકની તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવી જોઈએ. વરસાદનું પાણી ઢગલાની નીચે ન જાય તે માટે ફરતે માટીનો પાળો બનાવવાની સલાહ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ખેતરમાં જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. તેવી જ રીતે, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પોતાના ગોડાઉનમાં જથ્થો સુરક્ષિત રાખવો જેથી ભેજ કે વરસાદી પાણીથી બગાડ ન થાય.

માર્કેટિંગ યાર્ડ (APMC) માં વેચાણ અર્થે આવતા ખેડૂતો અને વેપારીઓએ પણ સાવચેતી રાખવી અને શક્ય હોય તો આ દિવસો દરમિયાન જણસ લાવવાનું ટાળવું અથવા પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે રાખવી. આ અંગે વધુ જાણકારી કે માર્ગદર્શન માટે સ્થાનિક ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકાય છે. ઉપરાંત, કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પરથી પણ માહિતી મેળવી શકાશે. ‘અગમચેતી એ જ સલામતી’ના મંત્રને અનુસરી ખેડૂતોને આર્થિક નુકસાનથી બચવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લાની ઝળહળતી સિદ્ધી; ઘુંટુ પ્રાથમિક* *આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું સન્માન મળ્યું*

editor

*HELLO MORBI NEWS: *હવે મોરબી માં વજન ઘટાડવું બન્યું સહેલું આપ વજન ઘટાડવા માંગો છો????તો વાચો*

editor

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ કોલેજના એન્યુઅલ ફંકશન “ઉડાન” ની ધમાકેદાર ઉજવણી*

editor

Leave a Comment