• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મનપા દ્વારા મિલેટ મહોત્સવ તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ એલ. ઈ. કોલેજ ખાતે યોજાશે*

મોરબીમાં મનપા દ્વારા મિલેટ મહોત્સવ તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ એલ. ઈ. કોલેજ ખાતે યોજાશે

સુચારું આયોજન માટે મ્યુ. કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

મોરબી તા.૧૮ માર્ચ,
આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ નિમિત્તે “મિલેટ ડેવલોપમેન્ટ યોજના” કાર્યરત છે જે અન્વયે મોરબી મહાનગર પાલિકા દ્વારા મિલેટ મહોત્સવ તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ એલ. ઈ. કોલેજ ખાતે યોજાશે. જેના સુચારૂ આયોજન અંગે એક બેઠક મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં મિલેટ મહોત્સવમાં મિલેટ બેઇઝ રેડી ટુ ઇટ, લાઇવ ફૂડ આઈટમ, પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલના આયોજન માટે સમિતિના સભ્યોને કામગીરી સોપાઈ હતી.

દૈનિક જીવનમાં લોકો પોષણક્ષમ આહાર મેળવે તે આજના સમયની જરૂરિયાત છે ત્યારે મોરબીમાં યોજાનાર મિલેટ મહોત્સવમાં વધુને વધુ લોકો સહભાગી થાય તેવો અનુરોધ મ્યુ. કમિશનરશ્રીએ કર્યો હતો

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિવેક ભટ્ટ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી કુલદીપસિંહ વાળા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી હિમાંશુ ઉસદડિયા, સીડીએચઓશ્રી પવનકુમાર શ્રીવાસ્તવ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*બી.આર.સી. ભવન જોડિયા ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપરા વિસ્તારમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI: લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ડેડબોડી માટે મોર્ગ ફ્રીઝર મશીનની નિ:શુલ્ક સેવા શરૂ કરાઇ*

editor

Leave a Comment