• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1455 નવા કેસ નોંધાયા, 17 લોકોના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1455 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4081 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,695 એક્ટિવ કેસ છે, જ્યારે 200012 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 87 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,608 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,18,788 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 3, અમરેલીમાં 1, બોટાદમાં 1 રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 મળી કુલ 17 લોકોને કોરોના ભરખી ગયો હતો.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 291, સુરત કોર્પોરેશનમાં 199, વડોદરા કોર્પોરેશનમાં 133, રાજકોટ કોર્પોરેશનમાં 111, ખેડા 56, મહેસાણામાં 56, રાજકોટમાં 53, વડોદરામાં 41, પંચમહાલમાં 36, સુરતમાં 36, પાટણમાં 33, જામનગર કોર્પોરેશન 31, ગાંધીનગર 29, સુરેન્દ્રનગર 29, સાબરકાંઠા 27, બનાસકાંઠા 26, ગાંધીનગર કોર્પોરેશન 24, કચ્છ 24, દાહોદ 23, અમરેલી 21, મોરબી 19, ભાવનગર કોર્પોરેશન 18 અને અમદાવાદમાં 15 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1485 દર્દી સાજા થયા હતા અને 69,310 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 82,41,960 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.42 ટકા છે.

Related posts

*HELLO MORBI:અણીયારી જેતપરરોડ ઉપરથી ઇંગ્લિશ દારૂની ભરેલ ક્રેટા કાર સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પિતા ની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા રઘુવંશી ક્રાંતિ મંચ ના મહિલા અગ્રણી*

Hello Morbi

*મોરબી ભાજપ દ્વારા મોરબી જીલ્લા લીગલ સેલના હોદેદારોની નિમણુંક કરાઈ*

Hello Morbi

Leave a Comment