• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟒𝟎𝟎 ગુરૂવારનાં ભજન પૂર્ણ કરતું ડીસાનું જલારામ ગૌ સત્સંગ મંડળ*

400 ગુરૂવારનાં ભજન પૂર્ણ કરતું ડીસાનું જલારામ ગૌ સત્સંગ મંડળ
તારીખ 26-7-2018 ગુરૂવારથી ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ કરવામાં આવ્યાં હતાં.શિયાળો,ઉનાળો, ચોમાસું તેમજ કોરોના જેવી અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પૂજ્ય જલારામ બાપાનાં ભજન અવિરત ચાલુ રહેતાં તારીખ 19-3-2026 ના રોજ 400 ગુરૂવારનાં ભજન પૂર્ણ થયાં હતાં.
400 મા ગુરૂવારે શ્રીમતી જાગૃતિબેન સંજયભાઈ ઠક્કર/ આચાર્ય પરિવાર દ્રારા પૂજ્ય જલારામ બાપાના નિવાસસ્થાને જલારામ મંદિર ડીસા ખાતે રંગેચંગે વાજતેગાજતે ભજન રાખવામાં આવ્યાં હતાં.વરસાદી માહોલ હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ હાજરી આપી હતી.યજમાન પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી યુવા દીકરીઓ દ્વારા વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 42000 બેતાલીસ હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઇ હતી.આગામી ગુરૂવારે રાધનપુર નગરમાં બાલાજી બંગ્લોઝ ખાતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન હોઈ તેની જાહેરાત કરવામાં આવી હતી.
400 ગુરૂવારના માધ્યમથી અંદાજે બે કરોડ રૂપિયાની ગૌસેવા 42 જેટલી ગૌશાળાઓને અર્પણ કરવામાં આવી છે.જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા હરિદ્વાર, વૃંદાવન, ઉજ્જૈન, ડીસા ખાતે કથાઓનું આયોજન કરી બીજી બે કરોડ રૂપિયાની રકમ એકત્ર કરી ગૌશાળાઓને અર્પણ કરવામાં આવી હતી.આ રીતે અત્યાર સુધી અંદાજે ચાર કરોડ રૂપિયાની ગૌસેવા જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના માધ્યમથી કરાતાં સમગ્ર ગુજરાતમાં મંડળની આગવી સુવાસ ફેલાઈ છે.જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ધાનેરા,ભીલડી, દિયોદર,ભાભર, હારિજ,પાટણ, રાધનપુર સહિત વિવિધ નગરોમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ કરાવવામાં આવેલ છે.આગામી દિવસોમાં અમદાવાદ,મહેસાણા, વિસનગર,થરાદ,કડી, સિધ્ધપુર, પાંથાવાડા, વારાહી, હિંમતનગર સહિત વિવિધ નગરોમાં દર ગુરૂવારે નિયમિત રીતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌ શરૂ થાય તે માટેના પ્રયત્નો નિષ્ઠાપૂર્વક ચાલુ છે.
દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી. ઠક્કર દ્વારા કરવામાં આવે છે.

Related posts

વાંકાનેર રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનોનો સ્ટોપ ફરીથી શરૂ કરવા રજૂઆત

Hello Morbi

*શું તમારા ટૂથપેસ્ટમાં ઝેર છે? ટૂથપેસ્ટ વાપતા પહેલાં આ વાંચી લેજો નહીં તો પસ્તાશો*

Hello Morbi

*દુબઈ મધ્યે સંત શિરોમણી જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ધામ પૂર્વક ઉજવાય*

Hello Morbi

Leave a Comment