• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 𝟏𝟖𝟏 અભયમ ટીમ*

*ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ*

મોરબી સીટી વિસ્તાર માંથી 181 અભય મહિલા હેલ્પલાઇનમાં એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન આવેલ કે એક અજાણી મહિલા ઘણા સમયથી એકલા બેઠા છે જેથી તેમની મદદ માટે તાત્કાલિક 181 ટીમની જરૂર છે
માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન પાયલોટ ગઢવી દેવકરણભાઈ તાત્કાલિક ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચેલ ત્યાં હાજર સજ્જન વ્યક્તિએ જણાવેલ કે આ મહિલા ઘણા સમયથી એકલા બેઠા હોય તેમજ તેમને પૂછવાના ઘણા પ્રયત્ન કરેલ પરંતુ કશું જણાવતા ના હોય
ત્યારબાદ સૌ પ્રથમ ટીમ દ્વારા મહિલા ને સાંત્વના આપી સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવેલ કાઉન્સિલિંગ દરમિયાન મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવેલ કે પતિ સાથે રકઝક થતા તેઓ પોતાના ઘરેથી નીકળી ગયા હતા
ત્યારબાદ ટીમ દ્વારા મહિલાને આશ્વાસન આપી આવી રીતે ક્યારે ઘરે થી ના નીકળવા માટે સલાહ સુચન માર્ગદર્શન આપી તેમના જણાવેલ સરનામે જઈ તેમના પતિ નું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની અંગે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર ના મળતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી નોંધાવી હતી અને તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા પતિને પણ યોગ્ય સલાહ માર્ગદર્શન આપી તેમના પતિને તેમની પત્ની જોડે ઝગડા ના કરવા અને હવે પછી પત્નીનું ધ્યાન રાખવા માટે સમજાવેલ મહિલાએ પણ જણાવેલ કે હવે પછી તેમના પતિને જાણ કર્યા વગર ક્યારેય નીકળશે નહીં તેવું જણાવેલ અને રાજી ખુશીથી તેમના પતિ સાથે રહેવા જણાવેલ
આમ મહિલાનું પતિ સાથે મિલન કરાવેલ મહિલાના પતિએ સહી સલામત તેમના ઘરે પહોંચાડવા બદલ 181 અભયમ ટીમનો દિલથી આભાર માન્યો હતો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ પારિવારિક સ્નેહમિલન કેજી કોલેજ સુધીના 𝟐𝟔𝟎 વિદ્યાર્થીને શીલ્ડને શિક્ષણ કીટ આપી સન્માન કરાશે*

editor

*HELLO MORBI: મોરબી નગરપાલિકાના પાંચ ટ્રેક્ટર ટ્રોલીનું લોકાર્પણ કરતાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા*

editor

*HELLO MORBI:મોરબી નગરપાલિકા ના પાપે વગર વરસાદે સનાળા રોડ ઉપર ભૂગર્ભ જળ થી પ્રજા પરેશાન કોગ્રેસ*

editor

Leave a Comment