
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન હદમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
પોલીસ અધીક્ષકશ્રી મોરબી જીલ્લા મોરબી નાઓએ જીલ્લામાં બનતા ચોરીના બનાવો અટકાવવા તથા અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.ઓ.જી. મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. મોરબીના પોલીસ સ્ટાફના માણસો ચાર્ટર મુંજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા માળીયા મીંયાણા ના ત્રણ રસ્તા નજીક રોડ ઉપર આવતા મોરબી તરફથી એક નંબર વગરનુ કાળા કલરના મો.સા. સાથે શંકાસ્પદ હાલતમા એક ઇસમ નીકળતા તુરત તેને રોકી તેની પાસેના મો.સા. બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય અને કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી મજકૂર ઇસમને સદરહું મોટર સાયકલની આર.સી. બુક તથા લગત કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવેલ જેથી સદરહું મો.સા.ના ચેસીસ નંબર વાંચી શકાતા ન હોય એન્જીન નંબર એન્જીન નં. 04F15E09654 આધારે સર્ચ કરાવતા સદરહું મોટર સાયકલના માલિકની વિગત મળતી ન હોય જેથી મજકુર ઇસમ પાસેથી મળી આવેલ મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવેલનુ જણાતા બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી તથા મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઇ) મુંજબ ધોરણસર અટક કરી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોપેલ છે.
આરોપી :- અસ્લમ ઉસ્માન જામ જાતે મિયાણા ઉવ.૩૨ ધંધો.મજુરી (ગેરેજ) રહે. જુના-રેલ્વે
સ્ટેશન
મામલતદાર કચેરી બાજુમા માળીયા મો. ૮૧૪૦૮૮૮૫૪૭
કબ્જે કરેલ મુદ્દામાલ :- હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ એન્જીન નં.
04F15E09654 કી.३.२०,०००/-
