• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ડીસાના હોનહાર યુવાન રામકુમાર રાચ્છનું જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું સન્માન*

ડીસાના હોનહાર યુવાન રામકુમાર રાચ્છનું જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું સન્માન
ભારતની પ્રખ્યાત ખડગપુર એન્જીનીયરીંગ કોલેજમાં મળ્યું એડમિશન
ડીસાનાં માતુશ્રી બબીબેન રસિકલાલ વસરામભાઈ રાચ્છ પરિવારના સુપુત્ર શ્રી વિજયકુમાર રસિકલાલ રાચ્છના ખૂબ જ તેજસ્વી, ઓજસ્વી અને હોનહાર દીકરા રામકુમારને ભારતના પશ્ર્ચિમ બંગાળમાં આવેલ ખડગપુર આઈ.આઈ.ટી.કોલેજમાં એડમિશન મળતાં ડીસા સહિત સમગ્ર ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજમાં અતિશય આનંદની લાગણી પ્રસરી છે.
રામકુમારે મેથ્સ સાયન્સ જી એડવાન્સ ઓલ ઈન્ડિયા રેન્ક 636 અને સી.રેન્ક 62 મેળવી અભૂતપૂર્વ સફળતા હાંસલ કરતાં તેને ખડગપુર આઈ.આઈ.ટી. કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચમાં એડમિશન મળેલ છે.તેણે સમગ્ર રાચ્છ પરિવાર સાથે જલારામ મંદિર ડીસા ખાતે પધારી દર્શન કરી આશીર્વાદ લીધા હતા.આ શુભ અવસરે જલારામ મંદિર ડીસા દ્રારા તેનું કંકુતિલક, ફૂલછડી,સાલથી પ્રેરણાદાયી સન્માન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, ભાજપ અગ્રણી અમરતલાલ દવે,તારાચંદભાઈ મજેઠીયા, કમલેશભાઈ રાચ્છ, હિતેશભાઈ સોનપાલ,દીલીપભાઇ રતાણી, કલ્પેશભાઈ -લાલાભાઈ,વિજયભાઈ રાચ્છ, મામલતદાર ઋષભભાઈ ઠક્કર, શૈલેષભાઈ રાચ્છ, હિરેનભાઈ રાચ્છ સહિત સૌએ શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા.માતુશ્રી બબીબેન રસિકલાલ વસરામભાઈ રાચ્છ પરિવાર વતી જયશ્રીબેન કમલેશભાઈ રાચ્છે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસામાં રૂપિયા 2500 ની ગૌસેવા અર્પણ કરી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.
સન્માન બદલ રામકુમારે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.ઉપસ્થિત સૌ કોઈએ જલારામ મંદિર ખાતે ગુરુવારની મહાઆરતી તેમજ ખીચડી કઢી પ્રસાદનો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

Related posts

*ગુજરાતી પત્રકારત્વનો પાયો ખોદયો એક પારસી બાવાએ*

Hello Morbi

કોરોનાનો રાફડો ફાટતા શહેરમાં હાલ અધધ 100 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન, જાણો ક્યાં કેટલા કેસ?

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે દર મહિને યોજાતો નેત્રમણી કેમ્પ દીપાવલી પર્વ ના તહેવાર ને લીધે મોફૂક રહશે*

Hello Morbi

Leave a Comment