• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: લદ્દાખના વિકાસ અને સાંસ્કૃતિક વારસાની સંસદીય સ્થાયી સમિતિએ કરી સમીક્ષા: સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાની મુલાકાત*

લદ્દાખના વિકાસ અને સાંસ્કૃતિક વારસાની સંસદીય સ્થાયી સમિતિએ કરી સમીક્ષા: રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાની મુલાકાત

રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાએ પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિના પ્રવાસના ભાગરૂપે પ્રથમ વખત લદ્દાખ વિસ્તારની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન સમિતિ દ્વારા વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી ઝાલાએ જણાવ્યું કે Article 370 દૂર થયા બાદ કેન્દ્ર સરકારના પ્રયાસોથી લદ્દાખ જેવા અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગ વ્યવસ્થા અને અન્ય વિકાસ કાર્યોમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે.

પ્રવાસ દરમિયાન સમિતિએ નેશનલ હાઈવે, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા નિર્મિત માર્ગો તેમજ નવા લેહ એરપોર્ટ ટર્મિનલ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે જે વિકાસ લાંબા સમય સુધી શક્ય બન્યો નહોતો તે આજે દેશના દૂરના વિસ્તારો સુધી પહોંચ્યો છે.

શ્રી કેસરીદેવસિંહ ઝાલાએ લદ્દાખના સાંસ્કૃતિક વારસાની પણ પ્રશંસા કરી હતી. તેમણે બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રીઝ, સ્થાનિક ટેક્સટાઇલ્સ, પરંપરાગત કલા તેમજ સંસ્કૃતિના સંવર્ધન માટે સરકારના વિવિધ વિભાગો દ્વારા થઈ રહેલા પ્રયાસોને સરાહનીય ગણાવ્યા હતા.

સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના વિઝન હેઠળ લદ્દાખમાં આધુનિક વિકાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ વચ્ચે સુંદર સંતુલન જોવા મળી રહ્યું છે, જે દેશના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યનું પ્રતિબિંબ છે.

Related posts

*HELLO MORBI: આગામી ૨૫ મે ના રોજ હળવદ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન અપાયું*

editor

*HELLO MORBI: હીટ વેવને ધ્યાને લઈ પાકના રક્ષણમાટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી*

editor

Leave a Comment