• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જલારામ ધામ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિતે રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૩૧ સોમવાર બપોરથી શરૂ.*

*મોરબી જલારામ ધામ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિતે રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૩૧ સોમવાર બપોરથી શરૂ.*

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવા મા આવ્યુ છે. વિતરણ આગામી તા.૩૧-૮-૨૦૨૬ સોમવાર બપોર થી શરૂ થશે.

ફરસાણ તેમજ મીઠાઈ મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી. સમાજ નો દરેક વર્ગ તહેવારો ની મજા માણી શકે તે હેતુસર પ્રતિવર્ષ મોરબી જલારામ ધામ દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે પણ વિવિધ મીઠાઈ તેમજ ફરસાણ નુ વિતરણ રાહતદરે કરવામા આવશે.

જે અંતર્ગત શુધ્ધ ઘી માંથી બનેલ મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ, પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક,બોમ્બે હલવો, કેસર પેંડા, સફેદ પેંડા સહીત ની મીઠાઈઓ ઉપરાંત ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ, સક્કર પારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, તીખી દાળ, બટેકા વેફર મોરી, બટેકા વેફર તીખી કેળા વેફર, ભાખરવડી, ફરસીપુરી, ચણા દાળ, ખાજલી, ખાખરા, મસાલા સિંગ સહીત નુ ફરસાણ રાહતદરે ઉપલબ્ધ રહેશે. વ્યવસાયિક પ્રતિષ્ઠાન કે સંસ્થાના કર્મચારીઓને મીઠાઈ તથા ફરસાણની કીટ વિતરણ કરવા માટે ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫ નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.

Related posts

*ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરત સિંહ સોલંકી ની નવા વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે શુભેચ્છા મુલાકાત*

Hello Morbi

*HELLO MORBI: કુવાડવા ખાતે કોટક પરિવાર ના કુળદેવી શ્રી ભવાની માતાજી ના મંદિરે પરિવાર નું ભવ્ય સનેહ મિલન યોજાશે*અહેવાલ કૌશિક કોટક પડધરી*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment