
*મોરબી ખાતે એઈમ્સ હોસ્પીટલ રાજકોટ દ્વારા આયોજીત સર્વ રોગ નિદાન કેમ્પ માં બહારગામથી આવતા દર્દી નારાયણ માટે મોરબી જલારામ ધામ દ્વારા ચા-નાસ્તો, બપોરે ભોજન તેમજ કેમ્પ સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે.*
આવતીકાલ તા.૧૦-૧૦-૨૦૨૬ શનીવાર ના રોજ મોરબી મયુર હોસ્પીટલ ખાતે એઈમ્સ હોસ્પીટલ રાજકોટ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ નિષ્ણાંત તબીબો દ્વારા વિનામૂલ્યે ચેકઅપ તેમજ દવાઓ અર્પણ કરવામાં આવશે ત્યારે બહારગામથી આવતા દર્દી નારાયણ માટે રાજ્યસભા ના સાંસદ મહારાજા શ્રી કેસરીદેવસિંહ ઝાલા નાં માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેર ના જલારામ ધામ દ્વારા સવારે ચા-નાસ્તો, બપોરે ભોજન તેમજ કેમ્પ સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે. બહારગામથી આવતા દર્દી નારાયણે સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮, ભાવીનભાઈ ઘેલાણી મો.૯૯૨૫૪૯૬૪૮૮, હિતેશભાઈ જાની મો.૯૮૨૫૩૨૬૭૨૯ પર સંપર્ક કરવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા બસ સ્ટેશન થી પીક અપ ની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
