
જન્મદિવસ નિમિત્તે ડીસામાં પૂજ્ય જલારામ બાપાના ભજનમાં જામી રમઝટ
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 429 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન નિહાર સોનગરાના જન્મદિવસ નિમિત્તે સુનીલભાઈ પ્રતાપભાઈ સોનગરા પરિવારના નિવાસસ્થાને વિરેન પાર્ક સોસાયટીમાં રાખેલ જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભજનની રમઝટ જામી હતી.
યજમાન પરિવારનું વાજતેગાજતે પૂજ્ય જલારામ બાપાના સ્મૃતિચિન્હથી સન્માન કરવામાં આવ્યું હતું.જન્મદિવસ નિમિત્તે નિહાર સોનગરા ઉપર ફુલવર્ષા કરી શુભેચ્છાઓ સહ આશીર્વાદ આપવામાં આવ્યા હતા.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે રૂપિયા 55000 પંચાવન હજારની ગૌસેવા એકત્ર થઈ હતી.
દ્રારકા -સોમનાથ -વીરપુર યાત્રાના સહયોગી દાતાઓ સર્વ શશીકાંતભાઈ ડી ઠક્કર, ભરતભાઈ ભાવિક, અમીતભાઈ પુરોહિત, કમલેશભાઈ રાચ્છ, તારાચંદભાઈ મજેઠીયાએ પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા.મહાગુરૂવારની મહા ઉજવણી માટે પોતાનો સહયોગ આપી બીજા 11 દાતાઓ પાસેથી પણ સહયોગ એકત્ર કરનાર પરમ જલારામ ભકત નરેશભાઈ છગનલાલ ઉડેચાનું ફુલવર્ષા કરી વાજતેગાજતે સન્માન કરવામાં આવ્યું હતું.80 વર્ષના યુવાન અને ખૂબ જ સારા ભજનીક નટુભાઈ લીંબાચીયાને ફુલવર્ષા કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આગામી ગુરુવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રીમતી ખુશ્બુબેન ચિન્ટુભાઈ શાહ પરિવારના નિવાસસ્થાને હોઈ સૌને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.
