• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-NewsOther

મોરબીના ખાતે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળીયાના હસ્તે ફ્લેગ ઓફ આપીને ત્રીજા તબક્કામાં મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા નિઃશૂલ્ક પશુ સારવાર મળી રહે તેવા શુભઆશયથી મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જે અન્વયે મોરબીના રંગપર અને ટંકારાના સજ્જનપર ખાતે બે મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે, જેનો લોકાર્પણ સમારોહ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં પાણી પુરવઠા અને પશુપાલન કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા પદાધિકારિઓએ આ મોબાઇલ પશુ દવાખાનાને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, મોરબી-માળીયા(મી) વિસ્તારના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કિશોરભાઇ ચિખલિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગભાઈ ભગદેવ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. આર.જે. કાવર, મદદનીશ પશુપાલન નિયામક સર્વે ડૉ.જે.પી. ઉઘરેજા અને ડૉ. એન.જે. વડનગરા, ડૉ. એન.જે. કાસુન્દ્રા, ડૉ. જે.વી. પટેલ સહિતના અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી કોંગ્રેસ દ્વારા મોરબીની પ્રજા માટે નવા બસ સ્ટેન્ડ ને ખુલ્લુ મુકવામાં આપ્યા બાદનિંદ્રામાંથી ગુજરાત સરકાર જાગી*

editor

*HELLO MORBI:સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન” ની શરૂઆત કરતી મોરબી પોલીસ*

editor

*HELLO MORBI NEWS: માર્ગ સલામતિ કેમ્પેઈન અંતર્ગત મોરબી RTO કચેરી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું તા 25-2-25 ના રોજ આયોજન: જેમાં પ્રથમ 100 રક્તદાતાઓને હેલ્મેટ ભેટ અપાશે*

editor

Leave a Comment